________________
૧૨૯
થોડા વખત પહેલાં પોતાની પુત્રીની બાબતમાં તે વૃદ્ધ ચારણે કહેલી વાત-અપશુકન સૂચક હકીકત-તેને શાંતિ અને નિદ્રાને આસ્વાદ લેવા દેતી નહોતી. તેના હૃદયમાં અનેક વિચારોનું તુમુલ યુદ્ધ ચાલતું હતું અને બહારના ભાગમાં વાયુ અને વરસાદનું તેફાન થતું હતું. આવા કારણથી તે સરદાર દિવાનાની જે થઈ ગયો હતો. ક્ષણે ક્ષણે મેઘને ગગડાટ વધારેને વધારે પ્રચંડ સ્વરૂપ દર્શાવતા અને કાયરનાં કલેજ કંપાવતો હતો. દરેક વખતે તે અભેધ -દુર્ગ કંપાયમાન થવા લાગ્યો. અધી રાત્રિ થઈ ગઈ છતાં પણ કિલામાં નિદ્રાદેવીનું આગમન ન થયું તે નજ થયું. દૂર્ગમાં દરેક મનુષ્ય તે તોફાનના સંબંધમાં અશાન્ત ચિત્તે વિચાર કરતો હતો. તે સૈ કરતાં સરદાર સજજનસિંહની સ્થિતિ કોઈ જુદી જ જાતની અને વિચિત્ર થઈ ગઈ હતી. વિચારોના તાપથી તે બિચારા દુઃખી સરદારનું હૃદય સંતપ્ત થઈ ગયું હતું છતાં વિચારે તે આવ્યાજ કરતા હતા. પ્રભાવતીનું લગ્ન અને કુમાર ચંદ્રસિંહનું ખૂન આ બન્ને બળવાન વિચારની સામે તે પિતાના રાજ્ય ખટપટના અતિમ હેતુ-ઉદ્દેશ–ને સાફ ભૂલી ગયા. ઘણું ઘણા વિચારો કર્યા પછી તેને તે વૃદ્ધ ચારણે કહેલી હકીકત સત્ય લાગ વા માંડી. વિવાહ પહેલા જ વરંવાર થનારા અપશુકને ખરેખર પાછળથી દગો દેશે, એમ તેને લાગવા માંડયું. પિતાની પ્રિયપુત્રીને વિવાહ દુર્જનસિંહ સાથે કરવો, એ કાતિલ ઝેરની પરીક્ષા કરવા જેવી મૂર્ખતા છે, એમ હવે તેને ભાસવા લાગ્યું. જેમ બને તેમ તે સંબંધ ન થાય, તેવી ગોઠવણ કરવાને તેણે પાકો નિશ્ચય કર્યો. આ વિચારથી તેને જરા શાન્તિને અનુભવ થશે. તે ફરી પલંગ ઉપર જઈ બેઠો એટલામાં તેની નજર સામેની દિવાલ તરફ ગઈ અને તે ચમ! દિવાલ ઉપર એવું તે શું હતું કે જેથી સરદાર સજજનસિંહ જેવો નિર્ભય અને બહાદુર પુરૂષ પણ ચમકી ગયો !
પૂર્વ પર્વતમાં રફાટિકસ્તંભની પાસે વૃદ્ધા વનચરીએ જે યોદ્ધાની આકૃતિ જોઈ હતી તેજ આકૃતિ અત્યારે દિવાલ ઉપર સરદાર સજજનને દેખાઈ ! આ પહેલાં તે આકૃતિને સજજને બે વાર જોઈ હતી. સજનસિંહ જે કે બહાદુર અને નિર્ભય એ હતો છતાં તેના હૃદય ઉપર ઉપરા ઉપરી આફતોના અસહ્ય આઘાત થતા હોવાથી તેનામાં ધૈર્યને કઇક અંશે અભાવ થયો હતો. તે આકૃતિ તરફ જોતાંજ તે ભયભીત થઈ ગયો. તેના સર્વ શરીરમની રક્તવાહિનીઓમાં બહુજ જોરથી રક્ત ફરવા લાગ્યું. તેને શ્વાસોશ્વાસ ઉણ થઈ ગયે. હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેના આખા શરીરમાં પરસે ફૂટી નિકળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com