________________
૧દર
તારથી કહી સંભળાવ્યું. બીજે દિવસે ન્યાયાધીશ પણ ત્યાં આવી પહોંચ્યો. તેની સાથે ઘણુ મનુષ્યો હતા. રાજ્યખટપટની શરૂઆત થયા પછી સરદાર સજજનસિંહની બાબતમાં મધરનગરના મંત્રિ મંડળની માન્યતા બહુ જ ખરાબ થઈ ગઈ હતી, એ અમે પ્રથમજ જણાવી આવ્યા છીએ. ન્યાયાધીશ તે મત્રિમંડળમાં જ એક સભ્ય હતું. તે તરફ કાંઈ પણ ધ્યાન ન આપતાં સરદાર દુર્જન અને સજજને તેની બહુજ ઠાઠમાઠથી આગતા-સ્વાગતા કરી અને હદ ઉપરાંત માન આપ્યું. તેની સાથે આવેલા માણસને રહેવા વિગેરેની ગોઠવણ જુદે જુદે સ્થાને કરી આપવામાં આવી. પિતાને માન સન્માન મળેલું જોઈ ન્યાયાધીશ સરદાર દુર્જનની ઉપર ખુશી ખુશી થઈ ગયે.
પિતાને ન્યાય કરવા માટે ન્યાયાધીશ આવ્યું છે, એ વાત લલિતના જાણવામાં આવી પણ તે બાબતમાં તેણે કાંઈ પણ પરવાહ કરી નહીં. પિતાની ઉપર મૂકાએલા આરોપ બેટા છે, એવું સિદ્ધ કરી બતાવવા માટે અવસર મળશે, એ વિચાર તેને આવવાથી તેને બહુજ આનંદ થયે- લગભગ સંધ્યા સમયે ન્યાયાધીશના મદદનીશ લલિત પાસે આવીને કહ્યું કે-“ન્યાયાધીશ સાહેબ તારે ન્યાય કરવા માટે આવ્યા છે. લલિત! આવતી કાલથીજ તારા ન્યાયને પ્રારંભ થશે. તારા ઉપર જે જે આરે મુકવામાં આવ્યા છે, તેમાંથી તારે છુટકારે થઈ જાય, તને શુદ્ધ, પવિત્ર અને નિષ્પક્ષપાતપણે ન્યાય મળે, તેવી ન્યાયાધીશ સાહેબની ઇચ્છા છે. તે માટે તારે જે કાંઈ તૈયારી કરવાની હોય કે સાક્ષીઓ બોલાવવાના હેય તે મને કહે, હું તારા કહેવા મુજબ ગોઠવણ કરીશ.”
તે માટે હું સર્વ રીતે તૈયાર છું. મારે મારી નિર્દોષતા સિદ્ધ કરવા માટે સાક્ષી પુરાવાની કોઈ જરૂર નથી. તેમ તેવું મારી પાસે કાંઈ છે પણ નહીં! જે કદાચ હેય તે તે એટલુંજ કે-મારે પરમેશ્વરને માથે રાખી જે હકીક્ત બની છે તે સાચે સાચી કહી દેવી.”
તે સાંભળી ન્યાયાધીશને મદદગાર ત્યાંથી ચાલ્યા ગયે. લલિત વિચારમાં ગુલતાન થઈ ગયો આવો શેથનીય-જીવન મરણને જોખમ ભલે સવાલ તેની સમક્ષ હતું, ખૂન જે મહા ભયંકર આરોપ તેના ઉપર મુકવામાં આવ્યો હતો છતાં તેનું હદય શાન્ત હતું. તેના ચિત્તમાં હજુ પણ ઉત્સાહ હતો. પિતાના દુશ્મને પિતાની વિરૂદ્ધ ગમે તેટલા જુઠ્ઠા પુરાવા રજુ કરશે તે પણ સત્ય વાત પ્રકટ થયા વિના રહેશે નહિજ ! એવી તેને ખાત્રી હતી. આ વિચાર ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com