________________
- ૨૧ માલેકને સંદેશ પહોંચાડ્યો. ત્યાર પછી શું થયું, તે હું જાણતો નથી.” એમ કહી તે પોતાની જગ્યાએ બેસી ગયો. તે ઉપરા ઉપરી દુર્જનસિંહ તરફ વારંવાર જેતે હતે. વચમાં વચમાં તેઓ પરસ્પરને ઇશારત પણ કરતા હતા. એક બે વાર તે ઈશારા અચાનક સરદાર સજનસિંહના જોવામાં આવી જવાથી તેને પણ શંકા આવી. લલિતને ખૂની તરીકે માનવા માટે હવે તેનું ચિત્ત ડગમગવા લાગ્યું. વૃદ્ધચારણે કિલ્લાની ખરેખરી હકીકત તેને કહી સંભળાવી ત્યારથી રણમલને માટે તેનું હૃદય તેના પ્રત્યે વહેમી થઈ ગયું હતું. તેણે કિકલાની હકીકત સજનને કહી સંભળાવી હતી તેમાં અસત્યને ઘણે ખરે અંશ હતું અને તે વાત સજજનના જાણવામાં આવી ગઈ હતી. તે વરંવાવાર ધ્યાનપૂર્વક રણમલ તરફ જેવા લાગે. રણમલની સાક્ષી થઈ જતાં જ સરદાર દર્જનસિંહ ઉભો થયો. તેણે પોતાની ઉપર લખ્યા પ્રમાણેની હકીક્ત એટલી બધી તે શાંત રીતે કહી કે જાણે તેણે તે તમામ બનાવે પિતાની નજરે નજર જોયા હોય. તેનું ભાષણ થતું હતું ત્યારે સરદાર સજજન ગુંચવાઈ ગયો. તેને-એક ક્ષણ પહેલાં રણમલે કહેલી હકીકત સાંળળી તેને-જે શંકા આવી હતી તે દર્જનના ભાષણથી કોણ જાણે કયાએ ઉડી ગઈ. તે ચંચળ ચિત્ત વાળે સરદાર લલિતને પુનઃ અપરાધી માનવા લાગે છતાં તેના ચિતનું સમાધાન ન થયું તે નજ થયું. તે અને ત્યાં એકત્ર થએલા સર્વ લેકે હવે લલિતસિંહ શું કહે છે, તે સાંભળવા અત્યંત ઉત્સુક થઈ ગયા.
આરપીની વિરૂદ્ધમાંના પુરાવાઓ લેવાઈ ગયા. થોડી વાર પછી ન્યાયાધીશે લલિતને કહ્યું-“હે યુવક ! હમણું તારા વિરૂદ્ધમાં જે ભાષણો થયાં છે, તે સાંભળ્યાં છે. હવે તારે તારા બચાવમાં જે કાંઈ કહેવું હોય તે કહેવાની તને રજા આપવામાં આવે છે.”
ન્યાયાધીશની વાત સાંભળી લલિતે સર્વ સભાસદ તરફ જોઈ
' “માન્યવર ન્યાયાધીશ સાહેબ અને સર્વ સભાસદો! હું મારા બચાવમાં જે કાંઈ કહેવા માગું છું તે કહેવા પહેલાં મારે આપને જણાવવું જ જોઈએ કે –
ન્યાયને પવિત્ર કાંટે આજે આપની સમક્ષ છે. તેમાં સત્ય કે અસત્યની તુલના કરી નિષ્પક્ષપાતપણું દર્શાવી–તટસ્થ થઈ–તમે મને ન્યાય આપશે. ન્યાયાધીશ સાહેબ! આજે આપ પરમાત્માના પવિત્ર ન્યાયના આસન ઉપર વિરાજેલા છે, તે ન્યાયાસનને પવિત્ર ન્યાયથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com