Book Title: Lalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Author(s): Udaychand Lalchand Pandit
Publisher: Udaychand Lalchand Pandit

View full book text
Previous | Next

Page 210
________________ ૨૮ કરવા લલિત તૈયાર થઈ ગયું. પોતાના ઉપર મૂકાએલા જુઠા આરાપની જે હકીકત શિરસ્તેદાર કહે જ હતા તે ચુપચાપ સાંભળતા હતા છતાં આખરનું અસત્ય વાક્ય-પિતે દુર્જનસિંહને મળવા બેલા-એ વાત સાંભળી તેની સ્તબ્ધતાને અવધિ થશે. “ન્યાયાધીશ સાહેબ અને અન્ય પડિતજને ! તે બન્ને સ્વારની લાશે જંગલમાં મળી આવી, એ વાત સાંભળી સરદાર દુર્જનસિંહને આરોપીએ પિતાને છુપી રીતે આવીને ભળી જવાની પ્રાર્થના કરી. આમ કરવાનું કારણ પિતાના સર્વ અપરાધે સરદાર પાસે કબૂલ કરી. તેની અને સરદાર સજજનની પાસે ક્ષમા યાચના કરવી, એ હતું. તેની પ્રાર્થનાને સ્વીકાર કરી દુર્જનસિંહ તેને કેદખાનામાં મળવા ગયા. તે સમયે આપી બહુજ ગભરાઈ ગએલા જેવો દેખાતું હતું. સરદાર દુર્જનને જોતાં જ આરોપી રડી પડ્યું. તેણે સર્વ અપરાધે કબૂલ કર્યા. પછી તે સરદારને પગે પડે, તેમની પાસે દયાની યાચના કરી અને પિતાને બચાવી લેવાની પ્રાર્થના કરી. તેણે પ્રભાવતી પ્રત્યે પ્રેમ દર્શાવ્યો અને તેનું ચિત્ત પિતાની તરફ આકર્ષે એ ફક્ત સ્વાર્થ. બુદ્ધિનું જ કામ હતું. તે એક મોટા સરદારની પુત્રી હોવાથી તેના તરફથી પિતાને ભવિષ્યમાં લાભ થશે, એજ તેને ઉદ્દેશ હતે. પરંતુ પિતાની તમામ ધારણાઓ ધૂળમાં મળેલી જોઈ આરપીએ તમામ વાત કબૂલ કરી. આરોપીએ ફક્ત કુમાર ચંદ્રસિંહનું ખૂન કર્યું છે એટલું જ નહીં પણ તેણે બે સ્વારોનાં દૂર રીતે અને નિર્દયપણે ખૂન કર્યો છે. પ્રથમ આરોપીએ એક સ્વારને ઘોડા ઉપરથી ખેંચીને નીચે પછાડ્યો અને બીજાની ઉપર હુમલો કર્યો. તેને ઠાર કરી નીચે પડેલા સ્વાર તરફ વળે. તેને ઘોડા ઉપરથી પછાડી નાખેલો હોવાથી તે બેશુદ્ધ થઈ પડ્યો હતો, છતાં તેના ઉપર ઘા કરવામાં આરોપીએ જરા પણ પાછી પાની કરી નહિ. આટલું થયા પછી પિતે જે કર્યો કર્યું, તેને માટે બહુજ પસ્તાવા લાગ્યો. મનુષ્ય વધ જે ભયંકર અપરાધે આપીને બહુજ બેચેન બનાવ્યા. આરોપીએ પ્રથમ તે પુનઃ કેદખાનામાંથી ન્હાશી જવાને વિચાર કર્યો હતો પણ તે બંધ રાખે અને સરદાર દુર્જન અને સર્જનના શરણમાં જવાનો નિશ્ચય કર્યો. આ હકીકત સાંભળી સરદારનું શરીર જરા ધ્રુજ્યું. તે ત્યાંથી ઉઠીને બહાર આવ્યા. આરોપી અતિશય ભયંકર માણસ છે, એમ જાણી તેના ઉપર સશસ્ત્ર માણસોને પહેરે રાખવામાં આવ્યું.” આટલું કહી તે બેસી ગયો. ઉપરની તમામ હકીક્ત સરદાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214