Book Title: Lalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Author(s): Udaychand Lalchand Pandit
Publisher: Udaychand Lalchand Pandit

View full book text
Previous | Next

Page 209
________________ ૨૦૭ રણમલના જોવામાં આવ્યો. ત્યારે તેણે કારાગૃહમાં જઈને જોયું તે ત્યાંથી કૈદી! ન્હાસી ગયાનું તેના જાણવામાં આવ્યુ, તેણે તરતજ તેને પકડી લાવવા માટે એ સ્વારેતે તેની પાછળ દોડાવ્યા. ત્યાર પછી શું થયું, તે હું તમને કહી સંભળાવું તે પહેલાંજ મારે એક બીજી હકીકત વચમાંજ કહેવાની જરૂર છે. સિંહગુકામાંના લુંટારા એ ભાઇઓએ સર દાર સજ્જનસિંહની પુત્રી પ્રભાવતીનું બીજીવાર હરણ કરવાના ઘાટ ઘડ્યા. તે પ્રમાણે તેઓ કુમારિકાને લઇ જતા હતા ત્યારેજ આરોપી લલસ હુ અચાનક ત્યાં આવી પહોંચ્યા. તે વખતે આરપીએ અ લૈાકિક શાર્ય દેખાડી કુમારીને છુટકારા કર્યાં. ઘણા માણસાની સાથે લડતાં લડતાં તેના ઉપર કેટલાક ઘા થયા. તેથી તે બેશુદ્ધ થઇ પૃથ્વીપર પછડાઇ પડ્યા. આરાપીનું શૈાર્ય જોઇ કિલ્લાના માલેકે તેને કેદખાનામાં રાખ્યા નહીં પણ તેની સારી રીતે સારવાર કરવાની તેના તરફથી ગેડવણુ કરવામાં આવી. બીજે દિવસે અરણ્યરક્ષકને બીજા કે સિપાએની લાશ મળી આવી. તે સિપાઈઓને આરેાપી જ્યારે કેદ ખાનામાંથી ન્હાસી ગયા. હતા ત્યારે તેની પાછળ તેને પકડી લાવવા માટે દૂગરક્ષકે મેકલ્યા હતા. આ વાત ચાર દિવસ પછી આરોપીના જાણવામાં આવી. તે વખતે તેને શું થયું હશે તે તેજ જાણે. તેણે સરદાર દુર્જનસિંહને ખાનગી રીતે પોતાને મળી જવા માટે સંદેશા મોકલાવ્યા. ’ “ માન્યવર ન્યાયાધીશ સાહેબ! આ તમામ તરકટીનું તરકટ છે. પાપી પિશાચેાતી પ્રચાળ છે કે જે તદ્દન અસત્યના પાયા ઉપર છળ, કપટ, દ્વેષ અને દેખાથી ગુંથવામાં આવી છે.” જો રથી જમીન ઉપર પગ પછાડી લલિતે વચમાંજ કહ્યું. r “ ચુપ રહે ! આવી રીતે વચમાં વચમાં ખાલીને ન્યાયાસનનું અપમાન કરવાનું પિરણામ બહુજ શોચનીય આવશે.” પ્રાંતસુખાએ કહ્યું. લાચાર ! લલિતને ચુપ રહેવું પડયું. ન્યાયાધીશના સહાયકે પેાતાની બાબતમાં જે કાંઇ કહ્યું. તેમાં સત્યને કેટલે ચેડા અંશ છે, તે જાણી તે અત્યંત આશ્ચર્યચકિત થયો. પોતે શા કારણને લીધે કિલ્લામાંથી ન્યાસી ગયેા હતેા તેને ખરા ખુલાસેા કરવામાં આવશે તા પ્રભાવતી-જેણે પાતાને માટે અલૈકિક સ્વાર્થત્યાગ દર્શાવ્યા હતા તે-તે કેટલું બધું દુઃખ થશે, એ તેની જાણુબહાર નહેતું. તેને માટે ગમે તેમ થાય, કારાગૃહમાંથી પે।તેજ ન્હાસી ગયા છે એમ ન્યાયાધીશ માતે અને પેાતાની ઉપર ગમે તેવું સંકટ આવે તે તે મુંગે માઢે સહન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214