________________
૨૦૫
પહેલાંથી જ માગું કર્યું હતું. આ સંબંધ સરદાર અને તેમના પુત્રને પસંદ પશે. વિવાહ-નિશ્ચય કરવા માટે દુર્જનસિંહ અહીં આવ્યા તેને ત્રીજે દિવસે સિંહગુફાના માલેક વજેસંધ અને અજબધા નામના બે લુંટારા ભાઈઓએ જોર જુલમથી સરદારની પુત્રીનું હરણ કર્યું. તેમાંથી આ આરોપીએ તેમની પુત્રીને તેમના હાથમાંથી છોડાવી. ત્યારે બાલસ્વભાવને અનુસરી તે બાલિકાના હૃદયમાં સ્વાભાવિક રીતે તેને માટે પ્રેમસ્નેહ અને સન્માનબુદ્ધિ ઉત્પન્ન થયાં. ત્યાર પછી કેટલાક દિવસ વ્યતીત થયા.
સભાસદે ! ત્રણ અપરાધના આરેપી આ ખૂની તરીકે લલિત નામક યુવકને તમારી સમક્ષ ઉભો રાખવામાં આવ્યું છે, તેના ત્રણ અપરાધમાંથી પહેલા અપરાધની હકીકત નીચે પ્રમાણે છે
“આ અજયદુર્ગમાં વંશપરંપરાથી ચાલતા આવેલા રિવાજ પ્રમાણે દરેક નવા વર્ષના પ્રથમ દિવસે એક ભોજનેત્સવ થાય છે. ચાલુ વર્ષના ઉત્સવ પછી બીજે દિવસે કુમારી પ્રભાવતી પિતાની દાસી મધુરી સાથે કિલાની એક બાજુએ ફરતી હતી. ત્યાં દાસીના કહેવાથી તેઓની મુલાકાત થઈ. તે જ વખતે અચાનક કુમાર ચંદ્રસિંહ-કે જેનું આ આપી લલિતે ખૂન કર્યું છે તે-ત્યાં અચાનક જઈ ચડ્યા. પિતાની બહેનને આરોપી સાથે એકાતમાં જોતા-પિતાના પિતાએ મના કરવા છતાંતેઓને વાતચિત કરતાં જોઈ–તેને સ્વાભાવિક રીતે ક્રોધ ઉત્પન્ન થયો. કુમારે આરોપીને કાંઇક સખત શબ્દો સંભળાવ્યા હશે તે તેનાથી સહન થઈ શક્યા નહિ અને તેણે પિતાની તરવાર ઉપર હાથ નાખે, એમ દાસીનું કહેવું છે. પછી ચંદ્રસિંહે દાસીની સાથે પિતાની બહેનને કિલામાં મોકલી દીધી અને પિતે આરોપીની પાસે જ રહ્યો. ત્યાર પછી લગભગ બે કલાકે આરોપી એકજ પાછે કિલ્લામાં આવ્યો. તે વખતે કિલ્લાના દરવાજ ઉપરના પહેરેગારને તેણે પૂછયું-“કુમાર ચંદ્રસિંહ પાછો આવે છે?” તે વખતે આરોપીની મુખમુદ્રા લાલચોળ, ક્રોધી, ભય ભીત અને ખુની જેવી દેખાતી હતી. તેના સવાલના જવાબમાં પહેરેગીરે ના કહી. તે સમયે આરોપીના પિશાક ઉપર લોહીના ડાઘ સ્પષ્ટપણે જણાતા હતા. તેની મ્યાનમાં તરવાર નહતી. પહેરેગીરે “આ શી ગડબડ છે?” એવો સવાલ તેને પૂછ પણ આરોપીએ તે ' તરફ જરાએ ધ્યાન આપ્યું નહિ અને કિલ્લામાં ચાલ્યો આવ્યો. ત્યાર
પછી થોડી જ વારમાં એક અરણ્યરક્ષક તુટેલી તરવારને એક કટકો લઈને કિલ્લામાં આવ્યું. જ્યાં તેને તરવારને તે કટકે મળી આવ્યો તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com