________________
૨
મકરણ ૪૭ મુ
ન્યાયની શરૂઆત.
“ સભાસદે ! અહીં ઉભા રાખવામાં આવેલા યુવકને-મૂન જેવા ત્રણ ભયંકર અપરાધને માટે ન્યાયાસનની સમક્ષ લાવીને ઉભા કરવામાં આવ્યેા છે. તેના ઉપર ત્રણુ ખૂન કરવાના આરાપ છે. તેની મુખ્ય હકીકત નીચે મુજબ છેઃ——
એમ કહી તેણે કેટલાક કાગળ આડા અવળા કર્યાં અને ક્રી ખેલવા લાગે—
.
આ યુવક, સરદાર સજ્જનસિંહના દયામય આધારે ન્હાનાથી મોટા થયા છે. સરદાર સાહેબના કુટુંબની સાથે તેને કાંઇ પણ સબંધ નથી. એ જ્યારે ન્હાના હતા ત્યારે સરદારને અચાનક રીતે ક્યાંકથી ડી આવ્યા હતા. ત્યારથીજ આ કાષ્ઠ નિરાધાર બાળક છે, એમ સમજી સજ્જનસિ’હુજીએ તેનું પોતાના પુત્રની જેમ પાલન કર્યું. તે જો કે મોટા થયા છતાં તે અનાય છે, એમ જાણી સરદારના સ્નેહભાવ તેના ઉપરથી આ થયા નહિ. આવી રીતે કેટલાંક વર્ષો વીતી ગયાં. આખરે થાડા દિવસ પહેલાં કાષ્ટક રાજ્યકારણને લઇ–તેને ખુલાસા અહીં કરવાની જરૂર નથી-સરદાર સજ્જનને રાજધાનીને ત્યાગ કરવાના હુકમ મંત્રિમંડળ તરફથી મળ્યો. તે પ્રસન્ગે સરદાર દુર્જનસિંહ તેમને પોતાના કિલ્લામાં આવી રહેવાની રજા આપી. ત્યારે આ સરદાર સજ્જનસિંહ પેાતાના યુવક પુત્ર શૂરવીર ચદ્રસિંહ અને પુત્રી પ્રભાવતીની સાથે અહીં અજયસ્ફૂર્ગમાં આવીને રહેવા લાગ્યા. તે વખતે આ સામે ઉભેલ્લે ગુનેહગાર યુવક લલિત તેમના ખીજા નાક સાથે તેમની સાથે અહીં આબ્યાં. અહીં આવ્યા પછી પંદર દિવસે લલિત અને પ્રભાવતી એક બીજાને ચાહે છે, એવા સરદારને વહેમ આવ્યા. પોતાના ઉચ્ચકુળની કુમારિકા આવા એક નિરાધાર યુવકને ચાહે અને જેની ઉપર પોતે અસપ્લે ઉપકાર કરેલા છે તે, તે ઉપકાર ભૂલી જાય, એ વાત સરદારને સહન થઇ શકી નહિ. તેઓએ તેને પાતાના પુત્ર-પુત્રી સાથે મળવાની મના કરી. ત્યારથી તેના ખાનપાનના અંદોખત જુદાજ કરવામાં આવ્યેા. તે પહેલાં તે તે તેમની સાથેજ ખાતા-પીતા અને રહેતા હતા. આવી રીતે કેટલાક દિવસા વ્યતીત થયા પછી સરદાર દુજૈસિંહ સરદાર સજ્જનસિંહના જમાઈ થવા માટે અહીં આવ્યા.. તેમણે સરદાર પાસે તેમની પુત્રીનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com