________________
૨૦૩
“સરદાર સાહેબ! આપ શું કહે છે?” દુર્જને સજ્જનની આંખમાં આવેલા આંસુ જોઈને તેને પૂછયું, લલિતસિંહ ત્યાં આવ્યા. ત્યારથી જ તે બારીકીથી-ઝીણું નજરે-સરદાર સજજન અને લલિત તરફ જોઈ રહ્યા હતા. પોતે જે કામ હાથમાં લીધું છે, તે બહુજ સાહસવાળું અને જોખમનું છે, એ વાત દુર્જનની જાણ બહાર નહોતી; છતાં તેણે સાહસ તે કર્યું જ હતું. લલિત પિતાને છુપ દુશ્મન અને પિતાના પ્રેમપથમાં પ્રબળ હરીફ છે, એમ હવે તે ખાત્રીથી માનવા લાગ્યું હતું. તેને નાશ કરવા માટે ગમે તેવું ભયંકર સાહસ કરવામાં જરાએ પાછી પાની કરવી નહિ, એ તેણે દ્રઢ નિશ્ચય કર્યો હતો. સરદાર સજજનને તેણે કરેલો પ્રશ્ન તેની પાસે બેઠેલા પ્રાંતસુબાના સાંભળવામાં આવી જવાથી તે ધીમે રહીને બોલ્યો –
જનસિંહજી ! જે તમે પ્રથમથી જ મને તમારો ઇરાદો ન જણાવી દીધું હેત તે આ અપરાધી યુવકે ત્રણ ત્રણ ખૂન કર્યા છે, એ વાત હું કદાપિ માની શકતજ નહિ. તેની ભવ્ય, તેજસ્વી અને નિર્દોષ મુખમુદ્રા જોઈ તેને હાથે આવાંખૂન જેવાં-નીચ કૃત્ય થયાં હશે, એવી શંકા પણ આવે તેમ નથી, એ તે નિર્દોષ લાગે છે.”
તમે કહે છે તે જ પ્રમાણે તેના તરફ જોતાં મને પણ લાગે છે. જુઓ, તેની મુખમુદ્રા કેટલી બધીંગંભીર અને નિર્દોષ દેખાય છે. મને નથી લાગતું કે આ યુવકે એક પણ ખૂન કર્યું હોય. એક નહીં પણ ત્રણ ત્રણ ખૂન ઉપરા ઉપરી જે મનુષ્ય કર્યો હોય અને તે
જ્યારે ન્યાયાસન સમક્ષ આવે ત્યારે તેનું આચરણ આવું ગભીર અને શાન્ત દેખાય એ સર્વ રીતે અસંભવિત છે. ” સજજનસિંહની પાસેજ બેઠેલા એક અન્ય સરદારે કહ્યું,
આ ભાષણ તરફ દુર્જને જરા પણ ધ્યાન આપ્યું નહિ. લલિત જ્યારથી ત્યાં આવ્યા હતા ત્યારથી ન્યાયાધીશ અને તેના મદદગાર તેની મુખમુદ્રા તરફ ઘણે વખત સુધી જોઈ રહ્યા હતા. અમારી આ નવલકથાના નાયક તરફ જઈ તેની બાબતમાં તેઓને શે મત બંધાયે, તે નિર્દોષ છે કે નહીં, તે અત્યારે જ કહી શકાય તેમ નથી. થોડા જ સમયમાં ન્યાયાધીશે પિતાના શિસ્તેદાર તરફ જોઈ ઇશારત કરી. તરત જ તે પોતાની પાસે જ પડેલા કાગળના ઢગલામાંથી એક કાગળ હાથમાં લઈ ઉભું થયું અને ન્યાયાધીશ તરફ જોઈ બે' વાંચક! હવે લલિતના અપરાધે પ્રકટ કરવા શિરસ્તેદાર તૈયાર થયો અને ન્યાયના પવિત્ર કાર્યને પ્રારંભ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com