________________
૨૨.
તે સાથે જ તેઓ ત્યાં થોભી ગયા. ધીમે ધીમે તે પ્રકાશ તેમની પાસે ને પાસે આવવા લાગે ત્યારે આખા શરીર ઉપર ધળું વસ્ત્ર ઓઢી કઈ મનુષ્ય આવ્યું છે, એવું તે નક્કી કરે તેટલામાં તે તે મનુષ્ય જેવી જણાતી આકૃતિએ પિતાના શરીર ઉપરનું વસ્ત્ર ફેકી દીધું. તે સાથે તે ત્રણે ચમક્યા–ગભરાયા, તે શું હતું?
વાંચક ! તે એક માંસ અને ચામડી વિનાનું હાડપિંજર હતું.
તેને જોતાંજ મધુરી એ એક ધીમી ચીસ પાડી તે સાથેજ તે આકૃતિ અને પ્રકાશ કોણ જાણે ક્યાંએ ગુમ થઈ ગયાં. આ વખતે મધુરી થરથર ધ્રુજતી હતી. આખરે છુટા પડતી વખતે લલિત પ્રભાને કહ્યું
“પ્રભા! હવે હું જાઉં છું.”
“ભલે!” આવતી કાલની ભયંકર કસોટીમાંથી તે દયાળુ પર માત્મા તમને બચાવશે ! ” અત્યંત સદ્દગદિત સ્વરે પ્રભા બેલી.
“અને પણ આશશ આપું છું કે-લલિત તમારો જય થાઓ-વિજય થાઓ. તમે નિર્દોષ અને નિષ્કલંક બને, એજ મારી અંતરની અનન્ય અભિલાષા છે!” મધુરીએ કહ્યું.
આ વખતે પ્રભાની સ્થિતિ બહુજ શેચનીય થઈ. લલિતને, જા, કહેવાનું તેને બહુજ ભારે લાગ્યું. તે દુઃખી થઈ પણ લાચાર હતી.
રડતી રડતી તે ત્યાંથી ચાલી ગઈ અને લલિત પણ પિતાને આપવામાં આવેલા ઓરડા તરફ ચાલ્યો ગયો.
પ્રકરણ ૪૬ મું,
ન્યાયમદિરમાં પિતાના રાજ્યમાંથી અંધકારરૂપ રાક્ષસનો નાશ કરતા પૂર્વ દિશાના આકાશમાં બાલવિનાં આરક્ત કિરણે ઉદય પામવા લાગ્યા. પ્રાતઃકાળના પવનથી પૃથ્વીના પ્રત્યેક પ્રાણિમાં પ્રફુલ્લતા પ્રકટ થવા લાગી. પુષ્પકુંજ પ્રફુલ્લિત થવા લાગ્યા. મધુલોલુપ ભમરાઓના છંદ અત્યંત આનંદ પામી ગુંજારવ કરવા લાગ્યા. આવા પ્રાતઃકાળના સમયે અજયદુર્ગમાંના પદાર્થસંગ્રહાલય નામક ભવ્ય ભુવનમાં ન્યાયસભાની રચના બહુજ સાવચેતીથી થવા લાગી. થોડા જ વખતમાં સર્વ તૈયારીઓ થઈ ગઈ. મદારનગરથી માત્ર લલિતનો ન્યાય કરવા માટે જ આવેલ ન્યાયાધીશની સ્વારી પિતાની સાથેના માણસે સાથે ત્યાં આવી પહોંચી અને પિતાને સ્થાને વિરાજમાન થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com