Book Title: Lalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Author(s): Udaychand Lalchand Pandit
Publisher: Udaychand Lalchand Pandit

View full book text
Previous | Next

Page 211
________________ ૨૩૦૯ દુર્જને તેને લખાવી હતી અને તેણે લખી લીધી હતી. તેમાં સત્યને અંશ કેટલા હતા, તેની કલ્પના અમારા વાંચકાએ કરી લેવી. એક ક્ષણ વ્યતીત થયા પછી ન્યાયાધીશે સાક્ષીઓને તપાસવાના હુકમ કર્યાં. તરતજ પ્રાંતસુબાએ દરવાજા ઉપરના પહેરેગીરને રજુ કર્યાં. તેણે પોતાની હકીકત કહ્યા પછી એ અરણ્યરક્ષકાએ પોતાની હકીકત જાહેર કરી. પછી વીરસિંહે કહ્યુઃ— “જે સમયે હું દૂર્ગમાંથી રાજધાની તરફ જતા હતા તે સમયે દરવાજા ઉપર અરણ્યરક્ષક ભયભીત થઇ કુમાર ચંદ્રના સબંધમાં કાંઇક હકીકત કહેતા હતા. તે સાંભળી સરદાર સાહેબે તેની તપાસ કરી. પછી પરિચારિકા મધુરીને ખેલાવી તેની તપાસ કરવામાં આવી. અત્યારે જે હકીકત ન્યાયાસન સમક્ષ રજુ કરવામાં આવી છે, તે સર્વ સાચી છે. પછી લલિતસિદ્ધને ત્યાં ખેલાવવામાં આવ્યા. તેન પૂછવામાં આવ્યું કે— કુમાર ચદ્ર કયાં છે ? ' તેના જવાબમાં તેણે જણુાવ્યું કે– તે બાબતમાં હું કાંઇ જાણુતા નથી. ’ એટલામાં ત્યાં જો અરણ્યરક્ષક કુમારને ક્રેટા અને અંગરખું લઇને આવી પહેાંચ્યા. તે બન્ને ચીજો જોતાંજ આરેાપી ભૂષ્કૃત થઇ પડયા. આ બાબતમાં ન્યાયાધીશ સાહેબ ! હું ફક્ત આટલીજ હકીકત જાણું છું.” એટલું કહી તે બેસી ગયા. r ત્યાર પછી દુર્ગંરક્ષક રણમલે ન્યાયાધીશના પૂછવાથી કહ્યું કેપ્રથમ તા મેં ભોંયરાના દરવાજો ઉધાડા નેઇ તપાસ કરી તેા કેદી ન્હાસી ગયાનું મારા જાણવામાં આવ્યું. પછી કેદીને પકડી લાવવા માટે મે એ સ્વારીને મેકસ્યા.” ત્રણ દિવસ પછી પોતે તેજ સ્વારાને કેવી સ્થિતિમાં જોયા હતા તે જણાવી આગળ ખેલવા લાગ્યા~~ .. “ આરેાપીને શોધી લાવવા માટે મે માકલેલા સ્વારેાની લાસે જોતાંજ મને લલિત ઉપર વહેમ આવવા લાગ્યા. મે ઘણા વિચારા કર્યાં પછી મને લાગ્યું કેલવિત ખૂની હાવા જોઇએ. પછી હું તેની પાસે ગયા. તે વખતે તે પથારીમાં ચિંતાતુર થઇ પડયા હતા. તેની પાસે બીજું કાઈ નહાતું. મેં તેને તમામ વાતા વિસ્તારથી કહી ભય કર ભય દર્શાવ્યા ત્યારે તે ભયભીત થઇ તમામ વાત કબૂલ કરવા તૈયાર થયા. તેની કબૂલાત મે પોતેજ સાંભળવા કરતાં મારા માલેક સાંભળે તા સારૂં, એમ મને લાગવાથી મેં તેને કહ્યું કે~‘તું સરદાર દુજૈનસિંહને શરણે જા ! ' આ મારી વાત તેણે કબૂલ કરી અને મને મારા સરદારને પોતાની પાસે લઇ આવવા કહ્યું. તે પ્રમાણે મે' મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214