________________
૧યા
સુધી તે ત્રણે તે સ્થિતિમાં જ સ્થિર રહ્યા. આખરે મધુરી પણ સહાનુભૂતિ સૂચક સ્વરે બોલી-“લલિતસિંહ ! આમ દુઃખી ન થાઓ. તમારૂં દુઃખ જોઈ અમારાં અંતર કપાય છે પણ અમે તદન નિરૂપાય છીએ. જો તમે આમ કરશે તે પછી પ્રભાવતીની રિથતિ કેવી થઈ જશે, તેને કાંઈક વિચાર કરે. લલિત! તમે નિર્દોષ હોવાથી તમારે નિરાશ થઈ જવાનું કાંઈ પણ કારણ નથી. તમારા દુમને તમારા ઉપર ગમે તેટલા આરોપ મૂકે છતાં ઈશ્વર ન્યાયી છે અને તેજ આખરે સત્યને સૂર્યની જેમ પ્રકટ કરશેજ! સત્યને જાય છે અને પાપ-અસત્યને પરાજય છે, શું એ તમે નથી જાણતા ? વારુ, પણ -હવે આપણે આવી વાતેમાં વખત વીતાવ એ બિન જરૂર છે. પ્રભા તમારી વાટ જોઈ બેસી રહી છે. હવે આપણે અહીંથી ભજ સાવચેતી સાથે જવું જોઈએ. વીજલ ! અમે જ્યાં સુધી અહીં ન આવીએ ત્યાં સુધી બધુએ બરાબર સાચવવાનું કામ હારે માથે છે. કોઈને વહેમ આવે, તેવું કાંઈ પણ કરીશ નહિ.”
- એમ કહી મધુરી લલિતને એક દિવાલ પાસે લઈ આવી. એક પળ સુધી તેણે દિવાલ ધ્યાનથી તપાસી જોઈ અને તે દિવાલોમાંની એક ખુંટી નીચે ખેંચી તે સાથે જ એક છુપે દરવાજો ખુલી ગયો. તે છુપા દરવાજાની માહિતી મધુરીને કિલ્લામાં વૃદ્ધ ચારણે આપી હતી. પ્રથમ તે તે ચારણને તે રસ્તે અજયદુર્ગમાંથી લલિતને નહસાડી મૂકવાને વિચાર હતું પરંતુ આવું કામ લલિત કદાપિ કરશે નહિ, એવું તેને મધુરીએ કહેતાં જ તેણે તે વિચાર માંડી વાળ્યું હતું
તે બન્ને-લલિત અને મધુરી-તે દરવાજામાં થઈ આગળ વધતાંજ એક સાંકડા રસ્તે ચાલવા લાગ્યા. આ રસ્તો બડજ સાંકડ અને છ હતો. તે દિવાલમાં જ બનાવવામાં આવેલ હતું. છેડે વખત ચાલ્યા પછી તે રસ્તે પૂરો થઈ ગયો. ત્યાં મધુરી નીચે બેસી હાથ ફેરવી જોવા લાગી. ત્યાં એક ખુંટી તેના હાથમાં આવી. તે ઉપર પિતાને પગ મુકી ખૂબ જોરથી તેને દાબી તે સાથેજ નીચે જવા માટે એક દરવાજો ખુલી ગયો અને બને તે દરવાજામાં થઈ અંદર ગયા. થોડીવાર ચાલ્યા પછી એક દાદર તેમના જેવામાં આવ્યું. આખરે તેઓ કિલામાંના એક દેવાલયમાં જઈ પહોંચ્યા. ત્યાં આવતાં જ મધુરીએ એક ખૂણું તરફ આંગળી કરી લલિતને અંદર જવાની સૂચના કરી. તે પ્રમાણે તેણે કર્યું. તે જરાક આગળ ગયે એટલે સામેથી આવતી પ્રભાવતી તેને દેખાઈ. પણ કેવી અજાયબી! તેની દેહાન્તકાકા ફરક પડી ગયો હતો. તેની મુખમુદ્રા ઉપરની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com