________________
૧૮ અને અમે બને ત્યાં રહ્યા. મને એકલીને જ ત્યાં જઇ તેણે મને એક પછી એક ભયંકર અને હદયવિદારક વાત કહી સંભળાવી.”
“અને પ્રભાવતી ! હું ચાહું છું કે તે બધી વાતે તું મને કહે.” લલિત એકદમ ઉત્સુકતાથી પૂછયું.
તેમણે મને પૂછ્યું કે હજુ પણ તું લલિતને ચાહે છે કે?” “ તેને તે શો જવાબ આપે?” “એજ કે હું મારા પ્રાણ કરતાં પણ લલિતને વધારે ચાહું છું.” “ વારૂ, પછી શું થયું?”
બીજે પ્રશ્ન એ પૂછો કે- તેના ઉપરથી પ્રેમ એ છે થશે કે નહિ?” આ સવાલનો જવાબ મેં એ આપ્યો કે મારા શરીરમાં
જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી લલિત પ્રત્યેને ભારે પ્રેમ એક તલમાત્ર પણ ઓછો થશે નહિ, આ વાત મેં બહુજ અભિમાનથી કહી પણ તેમણે મારા અભિમાનને વધારે વખત ટકવા દીધું નહીં. લલિત ! ફક્ત મારા પ્રેમને લીધે જ તમારા ઉપર આ ભયંકર વખત આવ્યો છે, તેને માટે મને બહુજ અસેસ થાય છે પણ હું લાચાર છું-નિરૂપાય છું. જો હું તમને ચાહતી ન હતી તે તે તમારા તરફ જેત પણ નહીંતેમનું મન બહુજ અદેખાઈ ભરેલું છે. મારી સાથે લગ્નગાંઠથી જોડાવાને દ્રઢનિશ્ચય તેમણે કર્યો છે, એ તેમણે મને કહી સંભળાવ્યું. તે બોલ્યા કેજે તું મારી સાથે લગ્નગાંઠથી જોડાઈશ તે હું લલિતના એક વાળને પણ ઇજા આવવા દઈશ નહિ અને તમામ આફતમાંથી હું તેને બચાવીશ. જે તું મારી સાથે લગ્નગાંઠથી જોડાવાની ના પાડીશ, તે.....હાય...............
તે ગમે તે રીતે ભારે નાશ કરશે એમજ ને?”
હા!આ એકજ શબ્દ બોલતાં તેના હૃદયને બહુજ વેદના થઈ. તે આગળ બોલવા લાગી- લલિત ! તમે જે સંપૂર્ણપણે નિદાપી હશે તે પણ પુરાવાઓ ઉપરથી આખરે અપરાધી ઠરશેજ ઉપરાંત ન્યાયાધીશ અને તેના મદદગાર વિગેરે તેના હાથમાં હોવાથી તે તમને દેષીજ કરાવશે. ત્યાર પછી તમારી વિરુદ્ધમાં મને તેમણે એક પછી એક એમ બહુજ ભયંકર વાત કહી સંભળાવી. તે વખતે મારી સ્થિતિ બહુજ મેચનીય અને કરૂણાજનક થઈ પડી. હું તેમને પગે પડી-જુદી જુદી રીતે તેમની પ્રાર્થના કરી તેમને શરણે ગઈ અને આખરે રડી પડી. ત્યારે તેઓએ કહ્યું કે જો તું મારી શરતે કબલ કરીશ તે છે લલિતના પ્રાણ બચાવીશ, એ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com