Book Title: Lalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Author(s): Udaychand Lalchand Pandit
Publisher: Udaychand Lalchand Pandit

View full book text
Previous | Next

Page 168
________________ જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું તારે એક પણ વાળ વાકો થવા દઈશ નહીં, માટે પ્રભા ! તું નિર્ભય થઈ જા!” એમ કહી તેણે પુનઃ પિતાની વિદ્યુલ્લતાની જેમ ચમકતી સમશેર હવામાં ફેરવી. અહાહા ! તે વખતને દેખાવજ અવર્ણનીય હતે. ભયભીત થએલી કુમારિકા તે શરીર-લલિતને વિજય મળે તે માટે અનન્ય ભાવે પરમકૃપાળુ પરમાત્માની પ્રાર્થના કરતી પવિત્ર દેવાંગનાની જેમ તેની પાછળ ઉભી હતી. તેને કેશકલાપ છુટા થઇ નિતંબ ભાગ સુધી પ્રસરી ગયો હતો. કોમળ કેશ વિખરાઈ જઈ તેના ગુલાબી ગાલા ઉપર આવેલા હોવાથી તે સમયે તેના મુખને-જે કે તે ભયથી નિસ્તેજ થયું હતું છતાં તે ઉપર કઈક અનેરૂંદર્ય પ્રાપ્ત થયું હતું. તેણે ઉજવલ-ધવલ વસ્ત્ર પરિધાન કરેલાં હેવાથી સાક્ષાત યુદ્ધદેવીજ પિતાના પ્રિય દ્ધાને ઉત્તેજન આપવા ત્યાં હાજર થઈ હોયની, એવો ભાસ થતું હતું. દુશ્મનના રક્તથી સર્વ શરીરે રંગાયેલ લલિતસિંહ દુશ્મનના હૃદયના રક્તામૃતનું પાન કરવા માટે ઉત્સુક થએલી બુભુક્ષિત ભૂખી) થએલી પિતાનીયમરાજની જિવા જેવી સમશેર જમણા હાથમાં મજબૂત પકડીને ત્યાં ઉભો હતે.. પિતાના માલેકેની થએલી દુર્દશા જોઈ તે સશસ્ત્ર સૈનિકો લલિતસિંહ ઉપર હુમલે કરવા તેની પાસે આવવા લાગ્યા. પિતાની જવાબદારી અને જોખમદારીને સારી રીતે જાણી લઈ તે જુવાન થે દુશ્મની સાથે યુદ્ધ કરવા લાગે. ડીવારમાં તેણે પિતાના દુશ્મનિમાંથી એને ઓછા કરી નાંખ્યા. એટલામાં પ્રભાવતીએ એક હૃદય ભેદક કારમી ચીસ પાડી. લલિતની ઉપર એકદમ ચારે તરફથી થનાર ભયંકર તરવારના વાર જોતાં જ તે નાહિંમત બની ગઈ. લલિતે દુશ્મનના વાર ચુકવવા માટે પિતાની તરવાર આડી ધરી. આ વખતે લલિતનું કમનસીબ જાગી ઉઠયું. તેની તરવાર એકદમ તુટી ગઈ અને થોડીજ પળમાં તે બેભાન બની પ્રભાવતીના પગની પાસે જ પછડાઈ પડશે. એટલે ફરી પ્રભાવતીએ એક કારમી ચીસ પાડી. આવી રીતે લલિતસિંહને ધર્મ કરતાં ધાડ નડી! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214