________________
૧૮૧
પ્રકરણ ૪૦ મું
.
લાલત અને દુર્જન, ગયા પ્રકરણમાં અમે જે લખી આવ્યા તેને આજે બે દિવસ થઈ ગયા. અજયદુર્ગમાં હવે સખતમાં સસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યું. ચોકી કરવાના કામ માટે વધારે માણસ નીમવામાં આવ્યા અને નવીન નવીન સ્થાને નવા નવા ચેકીદારે બેસાડવામાં આવ્યા. પિતાની પુત્રી ઉપર પુનઃ હુમલે થએલે જેમાં સરદાર સજજનસિંહ બહુજ ચિંતાતુર થઈ ગયે. એકદમ પુષ્કળ સૈન્ય લઈ સિંહગુફાને જમીનદેસ્ત કરી નાખવી, એવો વિચાર વારંવાર તેના હૃદયમાં આ વતે પણ કેટલાક કારણોથી તે તેમ કરી શક્યો નહિ. કુમાર ચંદ્રસિંહની બાબતમાં તે તદ્દન નિરાશ થઈ ગયો હતો. પિતાના પુત્રની લાશ પિતાની નજરે જોવા તેણે ઘણી કશીશ કરી, ચારે તરફ વાર મોકલવામાં આવ્યા પણ હજુ સુધી તેને કોઈ પણ પત્તા લાગે નહિ.
લલિતસિંહે આટલી રાત્રે કેદખાનામાંથી બહાર આવી પ્રભાવતીને બચાવી, એ એક નવીન વિચાર તેના જુના વિચારમાં ભળે. તે કેદખાનામાંથી બહાર શી રીતે આવ્યો, એ શંકાનું સમાધાન દુજને કર્યું હતું. ઘણું કરીને લલિત કેદખાનામાંથી હાસી જવા માટે નિકળ્યો હશે અને બહાર અચાનક લુંટારાઓ મળ્યા હોવા જોઈએ. એમ તેણે તે વૃદ્ધ સરદારને સમજાવી દીધું પણ આથી તે સરદારને જોઈ તેવું સમાધાન થયું નહિ. પિતાની પ્રિયપુત્રીને બેવાર લુંટારાઓના હાથમાંથી છોડાવનારે-મેં જેનું પુત્રની જેમ પાલન કર્યું છે તે-શું તેણે મારા પુત્રનું ખૂન કર્યું હશે? એવી શંકા વારંવાર તેના મનમાં આવતી. પોતે લલિતને મળી તે બાબતમાં મોઢેઢ ખુલાસો સાંભળવે, એવું તેના મનમાં આવતું પણ તેના ઉપર ખૂનને આરોપ મુછી ન્યાયાધીશને રાજધાનીમાંથી લાવેલ હોવા સબબ તે તેની ખાનગી મુલાકાત લઈ શકે તેમ ન હતું. તેણે દુર્જનને વિનંતિ કરી કે લલિત પાસેથી સર્વ વાતેના ખુલાસા આજે મેળવવા, સરદાર સાજનસિંહની પ્રાર્થના પ્રમાણે દુર્જને પિતાની ફરજ કેવી રીતે-કેટલે અંશે-બજાવી, લલિત પાછે કિલામાં આવવાથી તે બાબતમાં તે
જે ાિરે કેવા હતા તે આપણે જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com