________________
૧૮૩
લલિત! મારે તને બહુજ મહત્વની વાત પૂછવી છે. હવે તે વાતે વધારે વખત સુધી મુલતવી રાખી શકાય તેમ નથી. માટે તું પ્રથમ મને એક વાત જણાવ કે તું બંગદેશમાં જવા માટે અહીંથી નિકળ્યો, તે પાછો શા માટે આવ્યું ? તું પાછા આવવા સબબ તે પ્રભાવતીનું અપમાન અને ભયંકર ગુનેહ કર્યો છે. હું ખાત્રીથી માનું છું કેતેં તે દિવસે બીજા કોઈ નિર્દોષ મનુષ્યના રક્તથી તારા હાથ કલંકિત કરેલા હોવા જોઈએ !”
શું? પિતાના બચાવ માટે ન છૂટકે બીજાના પ્રાણ લેવામાં આવે તેને શું તમે ગુનેહ માને છો?”
“એટલે શું તું એમ કહેવા માગે છે કે–તારી સાથેના બે સ્વારોએ પ્રથમ તારા ઉપર હુમલો કર્યો? નહીં, એ કોઈ કાળે બની શકે જ નહીં. તે જ પ્રથમ તે સ્વાર ઉપર શસ્ત્ર ઉગામ્યું હશે ”
“સરદાર સાહેબ! હું તમારા કથનને ભાવાર્થ સમજી શકો. નથી.” શાંતિથી પણ આશ્ચર્ય પામી લલિતે કહ્યું.
સરદાર દુર્જનના પ્રશ્નનો અર્થ અમારા ચતુર વાંચકો જાણી ગયા હશે. તે બેલ્યો-“લલિત! શું તું મને ગાંડે હરાવવા માગે છે? શું તું એમ કહેવા લાગે છે કે તારા હાથે મારા બે સ્વારે નથી હણાયા? રાજમાર્ગ ઉપર તેમનાં ખૂન કરી તેઓની લાશે તે બીજે નાંખી દીધી તે મારા અરણ્યરક્ષકને જડી છે. શું તેં તેમ નથી કર્યું? જે, વિચાર કર. તે બન્ને સ્વારે મેં તારી સાથે મેકલ્યા હતા. તેઓને તે દગો દીધે વિગેરે તમામ વાતે હજુ મેં છુપાવી રાખી છે. લલિત ! જે તું મારા કહેવા પ્રમાણે ચાલવાનું કબૂલ નહીં કરે છે તે મારા બન્ને સ્વારનાં તે ખૂન કર્યો છે, એ હું ન્યાયાસન સામે સાબિત કરીશ.”
દુર્જનનું ભાષણ લલિત આશ્ચર્યચક્તિ થઈ સાંભળતું હતું. તેની સમજફેર થએલ છે, એમ તેને લાગ્યું અને તે દૂર કરવા તે બે -“સરદાર સાહેબ, તે દિવસે બે સ્વારની લાશો જડી, એ આપનું કથન હું કબૂલ કરું છું, તેઓ મરાયા એ પણું હું જાણું છું; પરંતુ તેઓને મેં માર્યા નથી પણ તેઓ પિતાની મેળે જ મારા તરફથી લડતાં મરાયા છે. અમે અહીંથી નિકળ્યા પછી બહુજ દૂર સુધી ગયા. ત્યાં અમને તે બન્ને ભાઈઓની ટોળી મળી. તેઓ આ તરફ આવતા હતા. તેઓએ અમે ત્રણેની ઉપર હુમલો કર્યો. લડાઈ દેહ સાથે તમે આપેલા બન્ને સ્વાર મરાયા અને મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com