________________
૧૫૦
થવી જ જોઈએ. આમ બે તરફથી તું ન્યાયની કાતરમાં સપડાએ છે. તારા છુટકારાની જરાએ આશા નથી. તે મુશીબતમાં છે અને તારા પ્રત્યે તેને ફક્ત પ્રેમ હોવાથી જ તે અત્યારે અત્યંત બેચેન છે, તને દેહાન્તશિક્ષા થએલી સાંભળી તેની સ્થિતિ કેવી થશે, તેને તે તું કાંઈક વિચાર કર. લલિત ! તે સાંભળી તે દિવાની થઇ જશે અને કદાચિત દેહને ત્યાગ પણ કરશે. તેથી જ ઓ લલિત ! હું તને કહું છું કે-હાસ-હાસ–અહીંથી હાંસી જઈ અને આ કેદખાનામાંથી છુટ થઈ જા !”
દુર્જનસિંહની વાત સાંભળી લલિતની સ્થિતિ બહુજ ચમત્કારીક થઈ ગઈ. પ્રભાવતીની ભાવી સ્થિતિનું ચિત્ર તેની સન્મુખ ઉપસ્થિત થયું. પિતાને લીધે તેની સ્થિતિ બહુજ દુઃખદાયક થઈ જશે, એ વિચાર મનમાં આવતાં જ તેને નિશ્ચય ડગમગવા લાગ્યો. તે વિચિત્ર સ્વરે બોલ્યો-“ ઠીક છે. પ્રભાવતીના પ્રેમને માટે દુર્જનસિંહ' હું અહીથી નહાતી જઈશ. તેના પ્રેમને માટે તેના અમર્યાદિત પ્રેમને માટે જે કે હું તદ્દન નિર્દોષ છતાં તેની અન્તિમ ઇચ્છા પૂર્ણ કરીશ. દુર્જનસિંહ! તેના પ્રેમની સામે મારે મન દુનિયાની તમામ ચીજો તુચ્છ છે. અહીંથી નહાસી જતાં ખૂની તરીકેનું કલંક હમેસને માટે મારા નામ ઉપર ચેટશે પણ મને તેની જરાએ પરવાહ નથી. ચાલો, દુર્જન ! હું તમારા કહેવા પ્રમાણે કરવા તૈયાર છું. પ્રભાવતી ! મારા માટે થનારી તારી શોચનીય અને દુઃખદ સ્થિતિ ટાળવા માટે હું જે, અહીંથી હાસી જાઉં છું.” એમ કહી તે એકદમ આગળ આવ્યું અને બે-“ચાલો, દુર્જનસિંહ! કૃપા કરી તમારાથી જેમ બને તેમ તરતમાં મને અહીંથી હસાડ !”
લલિત! ચાલ !” એમ કહી દુર્જને તેના હાથમાંની બેડીએ પિતાની પાસેથી કુચીઓ કાઢી દૂર કરી. પછી તરત જ તેણે કેદખાનાનો દરવાજો ઉઘાડે. કેદખાનાની બહાર ગરક્ષક રણમલ બે સશસ્ત્ર સિપાઈઓની સાથે હાથમાં દી લઈ ઉભે હતે. લલિત અને દુર્જન બહાર આવતાં જ તે સર્વે ત્યાંથી ચાલ્યા. જરા આગળ જતાંજ રણમલે દીવો બુઝાવી નાંખ્યા. હવે તે બધા અંધકારમાં જ ચાલવા લાગ્યા. લલિત એકાદ મંત્રમુગ્ધ મનુષ્યની જેમ તેમની સાથે ચાલ્યો. જતા હતા. તેને એક હાથ દુર્જને પકડ્યા હતા. તે સમયે આખા કિલ્લામાં સર્વત્ર સ્પામતા અને શૂન્યતા છવાએલી હતી. થોડા જ વખ તમાં તે ન્હાનકડી ટાળી કિલ્લાના દક્ષિણ દરવાજે આવી પહોંચી. રણમલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com