________________
૧૫૭
ચંદ્રસિંહ કિલ્લામાં નથી, લલિતસિંહ કેદખાનામાં છે અને સરદાર સજજન તથા દુર્જનની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તેઓ તે પડ્યા પડયા ઉઘતા હશે.”
“ચાલે, હું સર્વ રીતે તૈયાર છું. સુમરા શા ?”
એમ કહી બન્ને જણ ઉઠયા. લાખાને બોલાવી નક્કી કરવા -મુજબની આજ્ઞા આપવામાં આવી. થોડા જ વખતમાં બાર સશસ્ત્ર
સ્વાર સિંહગુફાના દરવાજાની પાસે આવીને ઉભા રહ્યા. વજેસલ -અને અજબસંધ, એ બન્ને પણ શસ્ત્રાશસ્ત્રોથી સજજ થઈ દરવાજે ઉઘાડવા માટે જોઇતાં જરૂરનાં સાધનો લઈ તૈયાર થયા અને સિંહગુફાના દરવાજે આવી પહોંચ્યા.
આ સમયે અર્ધી રાત થવાની લગભગ તૈયારી હતી. સિંહગુફાની એક ઓરડીમાં જાળીઆની પાસે વૃદ્ધ વનચરી નિસ્તબ્ધ થઈ બેઠી બેઠી વિચાર કરતી હતી. થોડા વખતમાં ત્યાંથી રવાના થનારા સાસ્ત્ર સૈનિકોને જોઈ તેને બહુજ અજાયબી ઉપજી. તે બાબતમાં તે કાંઈક વિચાર કરે તે પહેલાં તે સર્વ સનિ સાથે તે બન્ને ભાઈઓ ત્યાંથી– અજયદુર્ગ તરફ રવાના થઈ ગયા. જોતજોતામાં તે સર્વ કે ત્યાંથી અદ્રશ થઈ ગયા.
પ્રકરણ ૩૩ મું
“ જવા દે, તે શૂરવીર એ છે! અમને ત્યાગ કરતી વખતે લલિતસિંહની જે સ્થિતિ થઈ–તેના પ્રેમમય અંતઃકરણ ઉપર નિરાશાને જે સખત આઘાત થયો તેનું શબ્દ ચિત્ર ચિતરવા આ લેખિની અસમર્થ છે. તેના વિચારિનું ફાન એટલું બધું તે જબરદસ્ત હતું કે તે સમયે તે સહન
કરવાની શક્તિ તેનામાં રહેતી. પિતાના વિચારોની જેવીજ ગતિ તેણે પિતાના અશ્વને આપી હતી. પોતે શું કરે છે, એ વિચારે તેના હૃદયને
સ્પર્શ પણ કર્યો નહિ. તેના ઉપર પ્રેમ કરનાર કે સ્નેહ રાખનાર સંસારમાં કોઈ ન હોવાથી તેના મને સર્વે સંસાર શૂન્ય થઈ ગયા હતો. તે જે માર્ગ સ્વીકાર્યો છે, તે જોઈ પિતાને પરમ પવિત્ર પ્રેમના સ્થાનરૂપ પ્રભાવતીને આનંદ થયા વિના રહેશે નહિ, એ વિચાર મનમાં આવવાથી તેને અશાંત અને બેચેન હૃદયનું જરા : જેવું-સમાધાન થતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com