________________
૧૫૫
“ અને તે સાંભળીને હું ઘણેજ ખુશી થાઉં છું તથા તે બાબતમાં મને અભિમાન પણ છે. આપણું નામ સાંભળતાંજ આપણું આસપાસના સરદારોએ થરથર ધ્રુજવું જ જોઈએ અને જ્યારે આપણે તેવી નામના મેળવીશું ત્યારે જ હું જંપીને બેસીશ અને મારા અંતઃકરણનું ત્યારેજ સમાધાન થશે. આપણું લગ્ન ન થવાનું કારણ ફક્ત એટલુંજ છે કે-આપણાથી બધા ડરે છે ! અને તેથી જ આપણને પિતાની કુમારિકાઓ આપતા નથી. એમ હોવાથી આપણે હવે સ્ત્રીઓ મેળવવાની કોશીશ કરવી જોઈએ આપણે પરણવું જોઈએ. અજબ, બેલ, તે દિવસે શું મેં તેવું સાહસ કરી બતાવ્યું નથી? મેં કેટલી બધી ચપળતાથી અને સાવચેતીથી સરદાર સજનની કન્યાનું હરણ કર્યું હતું ?
હા, તે દિવસે તમે બહુજ વખાણવા જેવું કાર્ય કર્યું એમાં તે. જરાએ શંકા નથી. જે તે જુવાન વચમાં ન આવ્યું હોત તે સરદારની પુત્રી અત્યારે આ ગુફાની માલેક બની ગઇ હેત. ખરેખર વજેસંધ ભાઈ ! તમે તેને માટે બહુજ લાયક છે. કારણ કે તમે મારા કરતાં બહુજ રૂપાળા છે.”
ના તેમ નહીં. આ બાબતમાં આપણે તેની મૅરજી પ્રમાણે કરત. તે આપણામાંથી જ જેને પસંદ કરત તેજ તેને પતિ થાત.” આ સમયે તે બન્ને જણ ખૂબ રંગમાં આવી મદિરાના નિશામાં બોલતા હતા.
“નારે ના. તેમ થવાથી તે અન્યાય થાત.” પાટલા ઉપરથી મદિરાનું પાત્ર ઉપાડી અજબ ફરી બે —“ કારણ કે તું જ તેનું હરણ. કરી લઈ આવ્યા હોવાથી તેની ઉપર તારે હજુ પણ જો આપણે તેને અહીં લઈ આવીશું તે તેની ઉપર તારેજ હક્ક રહેશે-તે તારી જ ધર્મપત્ની થશે.
મોટા ભાઈ ! હું ખરું કહું છું કે તેની સાથે તમારું લગ્ન થશે તે હું બહુજ ખુશી થઈશ. તેને બહાલા ભાભી કહી બેલાવવાથી મને બહુજ સમાધાન અને આનંદ થશે.” એમ કહી ને પ્યાલામાંની મદિરા પી ગયે.
“અને મને પણ આનંદ થશે પરંતુ તે સુંદર સુંદરી છે ક્યાં?”
મોટા ભાઈ ! ઉતાવળા ન થાઓ. ઉતાવળે આંબા પાકતા નથી. હવે આપણે આપણા મનની મુરાદ બર લાવવા માટે આ સમય ઘણેજ સરસ છે.” ( દિને કેવી રીતે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com