________________
૧૫૪
નહિ. આજે તેઓ પિતાના વિવાહની બાબતમાં વાતચિત કરતા હતા. ચાર પાંચ વાર મદિરાને પેટમાં પધરાવી દીધા પછી તેમની વાતચિત રંગમાં આવી. આવું જ બીજે પ્રસગે પણ બનતું. આજે તે તેઓ મદિરાની બાબતમાં પિતાના નિયમનું ઉલ્લઘન કરી ગયા હતા. તેઓ સારી રીતે મદિરાના વશમાં થઈ ગયા હતા. તે વખતે જ અજબસંઘે પિતાના મોટાભાઈને ઉદેશીને કહ્યું- મેટાભાઈ! ગમે તે થાઓ પરંતુ આપણે પરણવું તે ખરું જ.”
તારી વાતને ટેકે આપું છું. ખરેખર આટલા દિવસ સુધી આપણે આ મહત્વની બાબતમાં કોઈપણ વિચાર ન કર્યો એ આપણી મહા ભયંકર ભૂલ થઈ ગઈ. આપણા બન્નેની ઉમર આટલી થઈ અને હજુ પણ આપણે કુવારાજ છીએ, એ સારું નહિ. ખરી રીતે જોતાં આપણે આ બાબતને વિચાર ઘણા સમય પહેલાં જ કરવું જોઇને હતે.”
હતું ખરું પણ તેમ ન થયું તેને કોઈ ઉપાય છે ખરે? હવે -જો આપણે આ બાબતમાં ધ્યાન નહિ આપીએ તે આપણે મહા મહેનતે અનેક મુશીબતે વેઠીને જે સંપત્તિ ભેગી કરી છે તે શા કામની? આપણાં નામ આ પર્વત પ્રદેશના સરદારની નામાવલીમાંથી ઓછાં થશે. શિવાય તે દિવસે મારા મનમાં કાંઈક જુદા વિચારે આવવા લાગ્યા.”
“તે શું? તે વાત તેં મને કેમ ન કહી ?” વજેસઉસુકતાથી પૂછયું.
આપણે વખતે વખત જુદી જુદી જાતનાં સાહસ કરી બહુ જ જોખમ ખેડીએ છીએ. થોડાક દિવસ પહેલાં સરદાર સર્જન અને દુર્જનની સાથે આપણે કેટલા બધા બેવકુફ થઈને પ્રાણની પણ પરવાહ ન કરતાં લડતા હતા. આપણું કરતાં તેમની પાસે ઘણાજ વધારે સૈનિકે હતા. આપણે તે સમયે તેને કોઈ પણ વિચાર ન કરતાં એકદમ તેમની ઉપર તુટી પડ્યા. આ આપણું કેવું અવિચારી સાહસ હતું? સમજો કે તે વખતે જે કંઈ નવા જુનું થયું હોત અથવા આપણે યુદ્ધમાં કામ આવી ગયા હતા તે આ સમયે આપણી આ સિંહગુફાની અને સંપત્તિની શી દશા થાત ?” જરા વિચાર કરી અજબે કહ્યું
બરાબર છે. અજબ તારું કહેવું વ્યાજબી છે–ખરું છે. પરંતુ હવે આપણે તેમાં ઉપાય છે? આપણું લગ્ન ન થવાનું કારણ આપણા નામની નાશી અને આપણે આ આટલો બધે દર દર જ છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com