________________
૧૫૩
પ્રકરણ ૩૨ મું.
પરણવું તે ખરે! “મેટાભાઈ ! ગમે તેમ થાએ પરંતુ પરણવું તે ખરૂંજ !" નારી વિનાનું તે કાંઈ જીવન છે?! જેડી વિના જગતમાં જીવવું નિરર્થક છે. સુંદર સુમન હેય છતાં તેમાં સુગંધ ન હય, ચંદ્ર જેવું મુખ હેય પણ તેમાં નાકજ ન હોય, દેરે હેય પણ તેમાં દેવજ ન હોય, ચપળ કમળના દળના જેવા નેત્ર હોય પણ તેની અંદર કીકી જ ન હોય.. એ પ્રમાણેના સર્વ પદાથી નિરર્થક છે તેમ અનેક વિલાસ અને વૈભવ હેય પણ નારી ન હોય તે તે નકામુંજ છે! ”
અજબ તારું કથન બરાબર છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે નારી વિનાનું ઘર જગલ કરતાં પણ નપાવટ છે. જ્યાં નારી છે ત્યાં સર્વ છે અને જ્યાં નારીનું સન્માન છે ત્યાં દેવતાઓ રમણ કરે છે, એવું મેં એક શાસ્ત્ર જાણનારની પાસેથી સાંભળ્યું છે, વિશ્વની વિકટ વાટમાં વનિતા એક વિશ્રામ છે અને ભવજંગલમાં જેડી (નરનારીની) એ જળનું સુખદ ધામ છે. અજબ ગમે તેમ થાય, માથું જતું હોય તે ભલે પણ પરણવું તે ખરૂંજ ! પણ અજબ ! આપણે કેવી રીતે પરણવું, એમાં મને કોઈ સમજ પડતી નથી. માટે મને સમજાવ.”
વાંચક! ગયા પ્રકરણમાં અમે જે વર્ણન કરી આવ્યા ને બનાવ જે સમયે બજે લગભગ તે જ સમયે–સંધ્યા સમયે-વજેસંધ અને અજબસંધ પિતાની ગુફાના એક વિશાળ ચેકમાં બેસી ઉપર પ્રમાણેની વાતચિત કરતા હતા. તે સ્થળે જેવા કે જાણવા જેવું કાંઈ પણ ન હતું. સર્વ ઠેકાણે બાઘી લગાડયા હતા અને તેવી જ તખ્ત પેશી કરવામાં આવી હતી. તે ઉપરથી સિદ્ધ થતું હતું કે તે બન્ને ભાઈઓ શુરવીર અને અચંગ શિકારી લેવા જોઈએ. તે ચેકની વચમાં વચમાં કયાંક ધનુષ્ય અને બાણના ભાથાં, તરવાર અને બખ્તરે લટક્તાં હતાં.
એક પાટલા ઉપર એક દી બળતું હતું. તેની પાસેના બીજા પાટલા ઉપર કેટલાક પ્યાલા અને મદિરાનું મેટું પાત્ર પડ્યાં હતાં.
તે બને ભાઈઓ મદિરા દેવીના ચુસ્ત અને કટ્ટા ઉપાસક હતા. બીજે દિવસે જે કામ કરવાનું હોય તેને વિચાર તેઓ રાજ કરતા. તે વખતે ઉપરા ઉપરી દારૂના ભરેલા પ્યાલા પેટમાં પધરાવતા અને વાત જય જ કરતા. આવે વખતે ઘણું કરીને તેમની પાસે કોઈ રહેતુ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com