________________
૧૩૪ “ઠીક છે. આ તેડ બહુજ ઉત્તમ છે. હું અત્યારે અત્યાર જઈ પ્રભાવતીને અહીંજ તેડી લાવું છું.”
સારું, પણ સરદાર! હું તમને સાથે સાથે એ પણ આશ્વાસન આપું છું કે-મારી સાથે લગ્ન કરવા આપની પુત્રિ ના પાડશે તે પણુ આજ સુધી આપણાં બને કુટુંબમાં જે પ્રેમભાવ ચાલ્યો આવે છે, તેમાં તલ માત્રને પણ ફરક પડશે નહિ.”
“સરદાર સાહેબ! તમારા આવા ઉદાર વિચાર સાંભળી માં અયાનંદ થાય છે. ”
એમ કહી સજજન ત્યાંથી ભાવતા પાસે જવા માટે ચાલ્ય ગયે. દુર્જન ત્યાંજ બેઠે બેઠે વિચાર કરવા લાગે કે “ શું છે મારા હાથમાંથી છટકી જશે? આવું અમૂલ્ય રમણી રત્ન શું મને નહીં જ મળે? હું જે ઇશ કે મારા હાથમાંથી તે શી રીતે છટકે છે!”
પ્રકરણ ૨૮ મું.
“પિતાજી! મેં હા પાડી છે.” પ્રિય પુત્રી ! હું તને એક મહત્વની વાત કહેવા માટે આવ્યો છું. થોડા જ વખત પહેલાં સરદાર દુર્જનસિંહ સાથે મારે ઘણી વખત સુધી વાતચિત થઈ છે અને અમે બંનેએ નક્કી કર્યું છે કે તું તેમની સાથે પરણવા ખુશી છે કે નહિ, તે તારે જાતે તેને જઈ કહેવું જો તું ના કહીશ તે આપણે આપણુ વચનમાંથી મુક્ત થઈશું અને હા કહીશ તે તમારો વિવાહ-નિશ્ચય કાયમ રહેશે. આ બાબતમાં હું તને વધારે કાંઈ પણ કહેવા માગતા નથી. તું સૈ સારી રીતે સમજે છે. હું જાણું છું કે-તને આપણું કુલીન કુળનું પૂર્ણપણે અભિમાન છે. હવે તારે તારા માટે વર પસંદ કરવાનું કામ તારાજ હાથમાં છે.” સરદાર સજનસિંહે પ્રભાવતીના ઓરડામાં આવીને કહ્યું.
તે સમયે પ્રભાવતી દુઃખી હૃદયે ગાલ ઉપર હાથ રાખીને નિશ્ચળપણે એક બારીની પાસે બેઠી હતી. તે ત્યાં એકલી જ હતી. તેની દાસી મધુરી બીજા ઓરડામાં કાંઈક કામ કરતી હતી. ઉપર પ્રમાણેની પિ તાના પિતાની વાત સાંભળી તે બેલી–
“પૂજ્ય પિતાજી! મારી ઈચ્છા કે અનિરછાની કિંમત તમારી આશા કરતાં મારે મન વધારે નથી. તમે જાણે જ છે કે આ બા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com