________________
શકય
જોયુ તે તેને લાગ્યું કે-આવા વિચિત્ર સમયે તેના ત્યાં આવવાને હેતુ સાર તે નજ હેઈ શકે! દુર્જનસિંહે ત્યાં આવતાં જ ગંભીર સ્વરે લલિતને ઉદ્દેશીને કહ્યું કે
“દુર્ભાગી યુવક! મને અહીં આવેલ જેમાં તને આશ્ચર્ય થતું હશે અને તેમાં પણ આવા કઢંગા વખતે આવેલો જોઈને તો તારા, આશ્ચર્યને અવધિ થતું હશે ! અને તેમ થાય, એ સ્વાભાવિક છે. લલિત ! મારે તને કહેવું જોઈએ કે હું તારી પાસે ફક્ત સ્નેહ ભાવે આવ્યો છું. મારે અહીં આવવાને ઉદ્દેશ તારા જાણવામાં આવી ગયા પછી તું મારા કથનને સત્ય માની લઈશ” દુર્જને બારીક નજરે તેની તરફ જોતાં જણાવ્યું
જંગલમાં બનેલા બનાવની સાવંત હકીકત કાલે હું કહી -શો નહિ, તે હવે જે આપ શાન્તચિત્તે સાંભળી લેશે તે હું આપના ક્શનને સત્ય તરીકે સ્વીકાર કરી શકીશ.”
લલિત ! વધારે વખત અહીં રોકાવા માટે મને સમય નથી. હું જે કામને માટે અહીં આવ્યો છું તે કામ કરવું હોય તે અન્યારેજ-એક ક્ષણને પણ વિલંબ ન લગાડતાં થવું જોઈએ. હું અહીં ન્યાયાધીશ બનીને ન્યાય કરવા માટે આવ્યો નથી કે જેથી તારી તમામ કીકત સાંભળું. હું તે ફક્ત મિત્ર થઈને જ અહીં આવ્યો છું અને ખરું કહું તે હું અહીં આવ્યો છું તેના કરતાં કેઈએ મને અહીં મેકર્થે છે, એમ કહે. એ વધારે સારું છે.”
“આપને અહીં કોણે મોકલેલ છે?”
પ્રભાવતીએ!” આની તેના હૃદય ઉપર કેવી અસર થા છે અને તેની મુખમુદ્રામાં કોઈ ફેરફાર થાય છે કે કેમ, તે દુર્જન ધ્યાનપૂર્વક જેતે ધીમેથી બોલ્ય.
પિતાની આરાધ્યદેવીનું નામ સાંભળતાં જ લલિત જરા ગુંચવાડામાં પડે. " “ હું તદન નિર્દોષ છું, એમ તેને લાગે છે ને? કહે, “ન! તેને ખુલાસો કરે. મારા નિરપરાધીપણું માટે તેને વિશ્વાસ છે કે નહિ? “ લલિતે ઉત્સુકતાથી તેને પૂછયું. - “ તે બાબતમાં હું કાંઈ પણ કહી શકું તેમ નથી. છતાં મારે કહેવું જોઇએ કે-તે ખરા અંતઃકરણથી તારું શ્રેય થએલું જોવા ચાહે છે. વારૂ, પણ તું જરા સબુર કર. તેણે તેને આપવા મને એક પત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com