________________
૧૩૮
રચના બહુજ વિલક્ષણ હતી. તેની આસપાસના તુટી ગએલા ખડક બહુ જ ભયાનક દેખાતા હતા. તે ગુફાના મધ્યભાગમાંને એક પત્થર કોતરીને મિનારા જેવો ઘાટ બનાવામાં આવ્યું હતું. તેની ઉપર સ્વતંત્રતા દર્શાવનારી એક શ્વેતપતાકા ફરકતી હતી. તેના સ્વરૂપે, જાલિમ જમાનાની સાથે અનેક વાર ટક્કર ઝીલી હતી છતાં તે મજબૂત અને અછત હોય તેમ લાગતું હતું. તેની આજુબાજુથી કેટલાક જળપ્રવાહ વહેતા હતા. ઘણી વાર તેમને ઉપયોગ એક ખાઈના જેવો થતે સિંહગુફાનું પ્રવેશદ્વાર ગીચ ઝાડીમાંથી સાંકો અને સપની ગતિની જે વાંકો ચકો હોવાથી એકદમ જાણવામાં કે જોવામાં આવી શકે તેમ નહતું. ત્યાં હમેશાં પાંચ-દસ સશસ્ત્ર સિપાઈઓને કાયમ પહેરે રાખવામાં આવતો હતો. તે ગુફા અંદરથી અને બહારથી ઢંગધડા વિનાની હતી. બારીઓને બદલે સાધારણ બાકોરાં રાખેલા હતાં અને તેની દિવાલે કાળા પાષાણુની હતી. ગુફામ ઓરડીઓ હતી પણ એક કેદખાના જેવી હતી. ગુફામાં ઠેક ઠેકાણે તુટેલાં શસ્ત્ર, મૃગચર્મ અને અને હાથીદાંત વિગેરે ચીજો ટાંગી રાખવામાં આવી હતી.
એ ગુફાની નાનકડી ઓરડીમાં એક વૃદ્ધ સ્ત્રી બકરા પાસે બેઠી હતી. તેનું ધ્યાન અજયદુર્ગ તરફ લાગેલું હતું. ગઈ રાત્રે ફાટિક સ્તંભ પાસે મળેલા મનુષ્યની બાબતમાં તે વિચાર કરતી હતી. તે વૃદ્ધ સ્ત્રી કોણ હતી, એ અમારા ચતુર વાંચક જાણી ગયા હશે. વજેસંઘ તે વૃદ્ધાને પિતાની સાથે ગઈ રાતે ભયંકર તોફાનમથી લઈ આવ્યું હતું. તે હમણાં જ ઉંઘમાંથી ઉઠી હતી. તેની પાસે જ એક પાણીનું પાત્ર અને ભોજનને થાળ પડયાં હતાં પરંતુ તે તરફ તેનું
ધ્યાન ન હતું. તે મનમાં ને મનમાં જ કાંઈક બબડતી હતી. થોડાજ વખતમાં તે બેચેન હોય તેમ દેખાવા લાગી. જેથી જમીન ઉપર પગ પછાડી તે બેલી-“હું અહીં શા માટે આવી?” એમ બે ચાર વાર કહી તેણે ઓરડામાં ચારે તરફ નજર ફેરવી કરી તે સ્વગત બેલી–“ હું આ સિંહગુફામાં આવી છું. (તે ભોજનના થાળ તરફ આંગળી કરી) વગર મહેનતે મળતું મફતનું ખાવા માટે શું હું અહીં આવી છું? નહીં ! હવે મારે અહીં એક ઘડી પણ ન રહેવું જોઈએ. નિરાધાર સ્થિતિમાં તે ભયંકર પર્વતમાં ટાઢ, તડકે અને વરસાદની વિપત્તિઓ સહન કરવી, કંદમૂળ કે ફળફૂલ ખાઈને રહેવું અને મારા હાથે થએલી ભયંકર ભૂલ સુધારવી, શું એવી મેં પ્રતિજ્ઞા નથી કરી? જ્યારે એમ છે ત્યારે હું અહીં આવી શા માટે? ભારે અહીં આવવાનું કોઈ પણ ખાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com