________________
૧૩૫ ,
બતમાં મારે શું જવાબ છે તે!”
પુત્રિ-પ્રભા! હવે મને તું કાંઈ ન કહે. “તું દુર્જનને આમજ કહેજે,” એવું તને કહેવું એ આ સમયે સારું નથી. કારણ કે તેમ કરવાથી મેં તેમને વિશ્વાસઘાત કર્યો કહેવાય! માટે હવે તું મને વધારે કાંઈ પણ ન કહે. તારે જે કાંઈ કહેવું હોય તે તારી ઇચ્છા મુજબ તેમને કહેજે. ચાલ આપણે તેમની પાસે જઈએ.”
એમ કહી સજને પિતાની પુત્રિને હાથ પકડ્યો અને તેને સભામહેલમાં લઈ આવ્યો. પ્રભાવતીને પિતાના પિતાના કથનને યથાર્થ ભાવાર્થ સમજાયો નહીં. આ સમયે પિતાએ કરેલી આજ્ઞાનું પાલન કરવું કે પિતાની ઈચ્છા પ્રમાણે વર્તવું, એ બાબતમાં તે કાંઈ પણ સમજી શકતી નહોતી. એટલામાં–‘તને તારા કુલીન કુળનું અભિમાન છે!એવું જે વાકય તેના પિતાએ તેને કહ્યું હતું તે યાદ આવ્યું. તેથી તેનું અભિમાની હૃદય તેને કહેવા લાગ્યું કે-વારે તારા પિતાની આજ્ઞા પ્રમાણે જ વર્તવું જોઈએ. તે પિતાપુત્રી સભામહેલમાં આવી પહોંચતાંજ દુર્જન ઉઠીને ઉભો થયો અને તેણે પ્રભાવતી તરફ જોઈ સહજ સ્મિત કર્યું તથા જરા નમે.
“હું થોડાજ સમય પછી તમારે આખરને નિશ્ચય શું થયો, તે જાણવા માટે પાછો આવીશ.”
એમ કહી સરદાર સજન પિતાની પુત્રીને દુર્જન પાસે મૂકી બહાર ગયો. તેણે તે બન્નેને ખાનગી વાતચિત માટે એકાંત આપી. પોતે
જે કાંઇ કરે છે તે ન્યાયયુકત જ છે, એમ હવે તેને લાગવા માંડ્યું. પિને પિતાની પુત્રીને વરપસંદ કરવાની પરવાનગી આપી છે માટે હવે તે પિતાની ખરી ઇચ્છા પ્રકટ કરશે, એવી તેને ખાત્રી થવા લાગી. પ્ર. ભાવતી હવે પિતાને ભાગ્યે જ પ્રાપ્ત થશે, એમ લાગવાથી દુર્જને તેને એકાન્તમાં મળવાનું જે કાવતરું કર્યું હતું તેથી બિચારે ભેળે સરદાર સજજન તદ્દન અજ્ઞાત હતો. પિતાની પુત્રિને સભામહેલમાં મૂકી તે બહાર આવ્યો અને ધીમે ધીમે દૂર્ગમાંના લતાકુંજમાં ગયો. તે સમયે તે સ્થાન લતાઓ, કુસુમકલિકાઓ પુષ્પ અને ફળેથી ઉભરાતું હતું. પહેલે જ દિવસે ન ધારેલી રીતે વરસાદ વરસવાથી તે સ્થાન હૃદયને તલ્લીન-ગુલતાન કરી નાંખતું હતું. પરંતુ તે ઈશ્વર નિર્મિત સ્થાને સજજનના હૃદયને ચેન પડયું નહિ. આ સમયે તેના મનમાં લલિતસિંહના સંબંધમાં વિચારે ચાલતા હતા. પોતાની પુત્રિને તેના ઉપર પ્રેમ છે અને તે પણ તેને ચાહે છે, આ વાત પણ તે જાતે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com