________________
૨૦
જ્યારે જ્યારે આવા ચમત્કાર થાય છે ત્યારે ત્યારે હુ આ શગારમાં આવી આ કિલ્લાના મૂળ પુરૂષોનાં સર્વાંગકવચ અને શિરસ્ત્રાણુ ખાસ કરીને તપાસી જોઉં છું. જ્યારે તે પેાતાની મેળેજ જમીન ઉપર પૂછડાઇ પડે, એટલે ચોક્કસ સમજી લેવું કે કિલ્લાના માલેક ઉપર કાઇક આકૃત અવશ્ય આવવાનીજ ! ”
..
“ આ તું શા ઉપરથી કહે છે ?
tr
મારા પોતાના અનુભવ ઉપરથી ! સિવાય સરદાર દુર્જનસિ’ હના પિતા પણ એમજ કહેતા હતા. તેની ખાત્રી આજથી લગભગ આવીસ વર્ષ પહેલાં થઇ ચૂકી છે અને તેને મને પ્રત્યક્ષ અનુભવ છે. જ્યારે મર્હુમ કિશારસિંહનાં લગ્ન થયાં ત્યારે પણ આવા ચમત્કાર થયા હતા. પરંતુ તે તરફ્ કાએ ધ્યાનજ આપ્યું નહિ. તેનું પરિ ામ અહુજ ભયંકર અને શાચનીય આવ્યું. હમણાં હમણાં આ ફિલ્લામાં ફરી તેવાજ ચમત્કારા થવા લાગ્યા છે, ત્યારથીજ હુ` મારી મેળે મારા મનમાંજ વિચાર કર્યા કરૂં છું કે આ ચમકારાનુ' અન્તિમ પરિણામ કેવું આવશે ? પ્રથમ તે જ્યારે સરદાર દુર્જનસિંહજી આ કિલ્લામાં આવ્યા ત્યારે તે ચમત્કાર થયેા અને ત્યાર પછી ગઇ કાલે થયા.”
"e
હા. વારૂ, પણ તેના યથાર્થ અર્થ શે ? તને કેમ લાગે છેતારા મત કેવા છે ?
..
tr
નામવર ! જો હું તમને મારા મત જણાવું તે તમે ગુસ્સે થશે અને મને તદ્દન ગાંડામાં ગણી કાઢશે ! ’’
68
નહીં. તેમ નહિ થાય. તું નિશ્ચિંત થઈ મને તારા ખરા મત જણાવ. આજે ઘણા દિવસ થયા હું તે બાબતમાં વિચાર કર્યો કરૂં છું. આ દુર્ગમાં આવા અદ્ભુત ચમત્કારો થાય છે, તેનુ મૂળ કારણુ શું-તેના મૂળમાં છે શું, તે જાણુવા મે ઘણી ઘણી કાશીશેા કરી છે, દુર્ગરક્ષક રણમલને પણ પૂછી જોયું છે છતાં હજી મારા મનનુ જોઇએ તેવું સમાધાન થયું કે થતું નથી. ’
""
“સદદાર સાહેબ! પ્રથમ તે આપણે આ અપશુકનથી આવનારી આતાના વિચાર કરી જોઇએ. કિશારસિંહનાં લગ્ન થયા પહેલાંજ આવા ચમત્કાર થયા હતા. તેજ પ્રમાણે આપની પ્રિયપુત્રિ સાથે લગ્ન કરવાના ઉદ્દેશથી દુર્જનસિંહે આ કિલ્લામાં પ્રવેશ કરતાંજ તે ચમત્કાર યેા. એટલા માટેજ હું આપને કહું છું કે આપ આ બાબતમાં શાન્ત ચિત્તે પુખ્ત વિચાર કરે. ખરી રીતે જોતાં મારે મારા માટેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com