________________
૧૨૩
ચાલતાં તે ઘીચ ઝાડીમાંથી એક રસ્તા પર આવીને ઉભી રહી અને પિતાની આસપાસ-ચારે તરફ –જેવા લાગી. એક પળ પછી તે મોટેથી બમ પાડીને બોલી ઉઠી કે હું રસ્તે તે નથી ભૂલી?” એટલામાં વીજળીને ચમકારે થયે તે સાથે જ તે કૂદીને ફરી બેલી ઉઠી-નહીં! અહી પાસેજ ક્યાંક તે રસ્તે છે. હા, આ રસ્તે મારો જાણી લાગે છે.” એમ કહી તે ઉતાવળી ચાલવા લાગી. થોડી વાર પછી તે એક સ્ફટિકખંભ પાસે આવી પહોંચી. સરદાર કિશોરસિંહ અને તેની ધર્મપત્નીનું
જ્યાં ખૂન થયું હતું એજ તે જગ્યા હતી અને તેમના સ્મરણાર્થે બાંધેલો સ્તભ પણ તેજ હતું. તે વૃદ્ધ સ્ત્રી તે સ્મરણીય ફાકિસ્તંભ પાસે આવતાં જ બીજો એક કમનસીબ પ્રાણિ ધીમેથી પાસેની ઝાડીમાંથી નિકળી ત્યાં આવ્યો અને તે સ્તંભના પગથી ઉપર બેસી ગ. આવી ભયંકર અંધારી રાતે પોતાના શિવાય બીજું કંઈ આ આવ્યું હશે, એવું તે બન્નેના સ્વપ્નમાં પણ આવ્યું નહોતું. બન્ને તે સ્તંભના પગથી ઉપર બેસી મનમાંને મનમાં પ્રાર્થના કરતા. હતા. તે બન્નેમાં લગભગ બેચાર હાથનું અંતર હશે પરંતુ રાત અંધારી હોવાથી તેઓ એક બીજાને જોઈ શકયા નહિ-દેખાયા નહિ.
થોડી વાર પછી પ્રાર્થના કરી રહ્યા બાદ તે ડોસીએ ઉંચુ જોયું. તેજ સમયે વીજળી ચમકી. ત્યારે જ તે વૃદ્ધાને જણાવ્યું કે પિતાની પાસે એક મનુષ્ય બેઠો છે. તે કેણું છે, તે જાણવા માટે તેણે પિતાની આંખે સતેજ બનાવી. એટલામાં ફરી વિકાશ થશે અને તે મનુષ્યની નિસ્તેજ મુખમુદ્રા સ્પષ્ટપણે તેના જેવામાં આવી ગઈ. તે સાથે જ તેણે એક કારમી ચીસ પાડી. પછી એકદમ તેની પાસે જ તેને હાથ પકડી બહુજ જોશથી એક આંચકો મારી તે બોલી
“ઓ દુષ્ટ-પાપી–ચાંડાળ ! તું અહીં શા માટે આવ્યો છે?" ” તું કેણ છે?” તેણે ભયભીત થઈ એકદમ પૂછ્યું. “હું કોણ છું -તે તારે જાણવું છે?” હા.” શું તું મને નથી ઓળખતો?”
“ના, પણ આવી ભયાનક રાત્રિમાં ભમનારી તું ! રાક્ષસી છે. એટલું જ જાણી શકું છું,
એ નીચ નર! જરા ભ, હું કાંઇ પિશાચ નિમાં ઉત્પન્ન થઈ નથી. જેવું તારું માનવ-શરીર છે તેવું મારું પણ છે. પણ તેમાં ફરક માત્ર એટલેજ કે તારે દેડ પાપના કાદવથી-નિર્દોષના તથા ખરડાએલ છે અને મારી કાયા પરમ પવિત્ર છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com