________________
૧૧૪
“લલિત! શું આ તું મને-મેં તારા ઉપર કરેલા ઉપકારને -અદલો આપે છે?” સરદારે દુઃખથી નિઃશ્વાસ નાંખી કહ્યું.
પ્રભુ! પ્રભુ! નામવર, શું આપને મારા ઉપર કાંઈ વહેમ આવે છે ?”
“ લલિત ! હવે ખોટું ન બોલ. ધ્યાનમાં રાખ કે આ વાત કદાપિ છુપાવી શકાશે નહિ.” દુર્જને કટાક્ષમાં તેને કહ્યું,
“પણ તમને મારા ઉપર કઈ બાબતમાં વહેમ આવે છે? અને મેં તેવું કર્યું છે શું? તે તે કહે ! ” - “આ જો !એમ કહી સરદાર દુર્જને લલિતને હાથ પક
ડ અને સજજન તરફ આંગળી બતાવીને કહ્યું. “તે બિચારે સરદાર પુત્રના વિયેગથી રડતું હતું અને તેની આંખમાંથી આંસુએ ચાલ્યા જતા હતા. તેની તરફ લલિતને જોવાનું કહી કઠોર સ્વરે તે બે“જે, તારા ઉપર જેના અસંખ્ય ઉપકા થયા છે, તે તારા પાલન કર્તાની કેવી શોચનીય, હદયભેદક અને દયાજનક સ્થિતિ થઈ છે, તે જે! તેણે આજ સુધી પોતાના પુત્રની જેમ તારું પાલન-પોષણ કર્યું છે તે ધ્યાનમાં લાવીને લલિત ! ખરેખરૂં બેલ! તારું દુષ્ક તું કબૂલ કર અને પર્વત–પ્રદેશમાં અમાનુષિકે રીતે થએલા ખૂનની ખરેખરી હકીકત તેમને કહી દે !”
“શું ખૂન અને તે કયાં થયું? કોનું થયું?” બહુજ અજાયબી પામી લલિત એકદમ બોલી ઉઠયા. ડી વાર જરા સ્તબ્ધ રહી તે પુનઃ બોલવા લાગ્ય-“કુમાર ચંદ્રસિંહ હજુ પાછો ન આવ્યો તેથી આવી ભયંકર શંકા લાવવી, એ ઠીક નથી. તે હવે આવશે અથવા આવી પણ ગયે હશે ! અને પછીથી તમને તમારા કૃત્યને માટે પશ્ચાત્તાપ થશે.”
નહીં ! હવે તે કયાંથી આવવાને છે? જે દુનિયામાં જ નથી તેના પાછા આવવાની આશા શી રીતે રાખી શકાય?” એમ કહી તે વૃદ્ધ સરદારે પિતાના કપાળ ઉપર હાથ મારી લીધો અને એક ક્ષણને માટે તે ખદરિયામાં ડૂબી ગયું હોય તેમ જણાયો. થોડી વાર પછી તે ફરી બલવા લાગ્યો-“ભ! લલિત! તારી તરવાર ક્યાં છે? તારાં કપડાં શાથી ફાટી ગયાં-તારા કપડાં ઉપર અને હાથ ઉપર લોહીના ડાઘ ક્યાંથી આવ્યા–બેલ? તેમજ આ અરણ્યરક્ષકને તારી તુટી ગએલી તરવારને એક કટકો કયાંથી જ-કેવી રીતે જશે? (અહીં તેણે અરણ્યરક્ષક તરફ ઇશારે કર્યો) જંગલમાં જલપ્રવાહની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com