________________
૧૧૩
યેલા તેના હાથ તથા કપડાં, જલપ્રવાહની પાસે જડી આવેલ તેની તરવારના મૂડ સાથેને કટકા...હાય...હાય...એવી કેટલીએ વાતે છે કે જેથી તેના ઉપરના વહેમ વિશ્વાસમાં ફેરવાઇ જાય છે. તે શિવાય જે જગ્યાએ ઝપાઝપી થઇ ત્યાં જમીન ઉપર પુષ્કળ લાહી રેડાયું છે– રક્તના પ્રવાહ ચાલ્યેા છે. હવે તું અહીંથી ચાલી જા.
""
સરદારની આજ્ઞા સાંભળી તે ત્યાંથી ચાલી ન જતાં રડતી રડતી ત્યાંજ ઉભી રહી.
પ્રકરણ ૨૨ મુ.
સ’શયનુ' અલિદાન !
સરદાર દુર્જનસિંહૈ લલિતસિંહને ખેલાવી લાવવા માટે એક સિપાને મેકક્ષેા. હમણાં સભામહેલમાં શું થયું કે થાય છે, તેને શા માટે લાવવામાં આવે છે, એમાંથી લલિતને કાંઇ પણ ન જાણવા દેવાની તે સિપાઈને આજ્ઞા આપવામાં આવી હતી. થોડાજ વખતમાં લલિત સભામહેલમાં આવીને હાજર થયા. આ વખતે તેણે કપડાં બદલેલાં હતાં. તેના ચહેરા નિસ્તેજ હતા અને ચિત્તને અશાંતિ ઉપજાવે તેવા વિચારે તે કરતા હતા; છતાં તે ઉપર ઉપરથી શાન્ત જણાતા હતા. જ્યારે તેણે સભામહેલમાં પ્રવેશ કર્યાં અને ત્યાં બેઠેલા માણસાને જોયા ત્યારે તે જરા ગુ'ચવાયેા. તેણે એક વાર તે મહેલમાં ઉડતી નજર નાંખી. એક સ્થળે મધુરી ઉભી રડે છે, તે જોઇને પોતાને ત્યાં શા માટે ખેલાવવામાં આવ્યા છે, તેનુ કારણ તેના ધ્યા· નમાં આવી ગયું, મધુરીએ શું વિશ્વાસઘાત કર્યાં ? એવી શ’કા આવવાથી એક પળને માટે લલિતે તેની તરફ તિરસ્કારભરી નજરે જોયું અને પછી સરદાર સજ્જનસિંહ તરફ જોવા લાગ્યા. તેને વિનયપૂર્વક નમન કરીતે નીચી નજરે લલિત જમીન તર? જોતા સ્તબ્ધ ઉભા રહ્યા. તે વૃદ્ધ સરદારે તેના મુખ તરફ ઘણા વખત સુધી જોયાજ કર્યું અને પછી પિત સ્વરે તેને પૂછ્યું- તને અહીં શા માટે લાવવામાં આવ્યો છે, તેની તને કાંઇ પણ કલ્પના થઇ કે થાય છે ખરી ? હજી સુધી મારા પુત્રના પત્તા નથી. તેની ચેકસી કરવા માટે તને અહીં ખેલાવવામાં આવ્યા છે. લલિત ! ખરેખરંજ કહે કે મારે ચદ્રસિંહ કર્યા છે? ખેલ, તેનું શું થયું ? ''
tr
નામવર ! આપના પુત્ર ચદ્રસિંહનું શું થયું તેની મને કાંઇ પણ ખબર નથી.” લલિતે શાંત સ્વરે તે સરદાર તરફ જોઇને કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.cgm