________________
૧૫ આજે પ્રભાવતીને લલિત મળે હો?” - “હાજી. આજે હું અને પ્રભાવતીબા જ્યારે પૂર્વ દિશાના પર્વત પ્રદેશમાં ફરતાં હતાં ત્યારે અચાનક તેમ બની ગયું !”
પણ મારે તને અને તેને શું હુકમ હતા? શિવાય થોડા દિવસ પહેલાં તે ચંડાળ લુંટારા ભાઈઓએ કરેલા ભયંકર તોફાન પછી પ્રભાવતીએ અમારા શિવાય કદાપિ કિલ્લામાંથી બહાર નિક ળવુંજ નહિ, એવું જે મેં તેને અને તેને કહ્યું હતું શું તે તું નથી જાણતી?”
નામવર ! તે વાત બરાબર મારા ધ્યાનમાં જ છે. આજે અમે કિલામાંથી બહાર જવા માગતા હતા. અમે બગીચામાં જ ફરતા હતા અને બહુ દૂર જવાને અમારો વિચાર પણ નહોતું. પરંતુ ગઈ કાલ રાત્રે બનેલા હૃદયભેદક બનાવથી બાસાહેબનું ચિત્ત બહુજ ઉદાસ અને ઉદ્વિગ્ન થઈ ગયું હતું તેથી અમે બહાર નિકળ્યાં અને પછી ધુતમાં ને ધૂનમાં કિટલાથી કેટલેક આઘે જઈ ચઢયાં. અમારા ધ્યાનમાં પણ આવ્યું નહિ કે અમે કિલ્લામાંથી બહુજ દૂર ચાલી ગયાં હતાં.”
મધુરી ! બસ કર. જે બનવાનું હતું તે બની ગયું. હવે તે બાબતમાં વધારે ચાપચીપ કરવાની જરૂર નથી. તમને અચાનક લલિતને ભેટે થઈ ગયા પછી શું થયું અને ત્યાં કુમાર ચંદ્રસિંહ તમને મળ્યો હતે ?”
“હા.”
“હું તેમ ધારતેજ હતે. વારૂ, પછી શું થયું? લલિત અને ચંદ્ર વચ્ચે કાંઈ બોલાચાલી થઈ હતી?”
“સરદાર સાહેબ! જો હું ખરું કહીશ તે તેની ઉપર આપને વિશ્વાસ બેસશે નહિ.”
તેની તારે કાંઈ જરૂર નથી. તું જે કાંઈ જાણતી હોય તે બધું ખરેખરું કહી દે એટલે થયું. જે તું ખરેખરું કહીશ તે હું તને ક્ષમા કરીશ, એ વાત ધ્યાનમાં રાખી સાવ સાચેસાચું કહી દેજે.”
નામવર ! જ્યારે આપની આવી જ અભિલાષા છે તે હું તદન ખરેખરું કહીશ. કુમાર ચંદ્રસિંહે લલિતસિંહને ઘણેજ તિરસ્કાર કર્યો. તેને માઠું લાગે તેવા બહુજ કડવા, નઠારા અને બીભત્સ શબ્દ સંભળાવ્યા. ખરી રીતે તે ચંદ્રસિંહે લલિતને ખૂબ ગાળો ભાંડી એમ કહેવામાં કોઈ હરકત નથી.”
અને તે તમામ લલિતે ગુપચુપ સાંભળ્યા?” હા નામવર તેણે સામે એક પણ શબ્દ કા નહીં. જ્યારે હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com