________________
૧૧૦
“પ્રથમ તે આપણે પ્રભાવતી અને મધુરીને બોલાવીએ અને લલિત તથા તે મળ્યાં હતાં કે નહિ, તેની ખાત્રી કરીએ. જે તેઓ મળ્યા હોય તે તે સમયે ત્યાં ચંદ્રસિંહ આવ્યા હતા કે નહિ, તે તપાસીશું. સરદાર સાહેબ ! હું કહું છું અને ધારું છું તે પ્રમાણેનેજ બનાવ દુર્ભાગ્યે ત્યાં બન્યો હશે તે લલિતસિંહ ઉપર ગુનેહ સાબિત કરવાને બહુજ જગ્યા છે.”
દુર્જનસિંહની સલાહ તેને બને સરદાર મિત્રને બહુજ પસંદ પડી. કિલ્લામાં થએલી આ ગડબડથી વિરસિંહે પિતાને રાજધાની તરફ જવાને વિચાર મુલતવી રાખ્યું. ત્યાર પછી દ્વારપાળ અને ઘોડેસ્વારને સાથે લઈ તે ત્રણે જણ સભામહેલમાં ગયા. ત્યાં ગયા પછી પ્રભાવતીને ખબર ન પડે તેમ દાસી મધુરીને ત્યાં બોલાવી લાવવા દુર્જને એક અનુચરને આજ્ઞા આપી. થોડાજ વખતમાં મધુરી ત્યાં આવી પહોંચી. પિતાને શા માટે બોલાવવામાં આવી છે, તેની તેને જરા પણ કલ્પના થઈ શકતી નહોતી. પણ દરવાજામાંથી અંદર આવતાં જ ત્યાં એકઠા થ. એલા મનુષ્યને જોઈ તે ચતુર ચતુરા ચેતી ગઈ–પિતાને ત્યાં બેલા વવાના કારણથી એકદમ જાણીતી થઈ ગઈ. આજે અરણ્યમાં પ્રભાવતી અને લલિતસિંહની મુલાકાત થઈ–તેઓ એકબીજાને મળ્યા, એજ કારણ પિતાને અહીં બેલાવવાનું હોવું જોઈએ. એમ તેને લાગવા લાગ્યું અને હતું પણ તેજ-તેમજ ! પિતાના ઉપર આવેલી આતની સામે કેવી રીતે થવું, એ બાબતમાં તે ચતુરા ચતુર હતી-પ્રવીણ હતી. તેણે પિતાની મુખમુદ્રા ઉપર જરા પણ ચળવિચળ દેખાવા દીધી નહિ. તે ધીમે ધીમે સરદાર સજજનસિંહની સામે જઈને ઉભી રહી. તેણે ઉચું માથું કરી પોતાના માલેક તરફ જોયું તે તે તરત જ આશ્ચર્યચક્તિ થઈ ગઈ. તે સમયે વૃદ્ધ સરદારને મુખ ઉપર ભરપૂર ઉદાસીનતા વિરાજતી હતી, તેનું મુખ ઉતરી જઈ તદ્દન ફિ પડી ગયું હતું અને આંખમાં આપત્તિનાં આંસુ હતાં. તેને ત્યાં આવેલી જોતાંજ સજજનસિંહ ક્ષીણવરે પરંતુ ગુસ્સેથી બે–
“મધુરી ! આજ સુધી મને તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. તેથી મેં માતા વિનાની મારી પુત્રી તારે સ્વાધીન કરી હતી તે ધ્યા. નમાં રાખી હું તને જે કાંઈ પુછું તેને ખરેખર જવાબ પરમેશ્વરને માથે રાખીને આપજે.”
“આપની આશા હું મસ્તકે ચઢાવું છું, નામદાર ! આપ મને જે કઈ પૂછશે તેને ખરેખર જવાબ હું આપને આપીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com