________________
૧૫
થયે છે, તારું કલ્યાણ થાય અને તે સર્વ વાતે સુખી થાય, એવી મારી અભિલાષા છે-ઈચ્છા છે. તેમજ આ કુમારિકાનું પાણિગ્રહણ કરી, તારે સરદાર સર્જનસિંહ જેવાના ઉચ્ચકુળની સાથે શરીર સંબંધ થાય, એ મારી બીજી ઇચ્છા છે. ઈશ્વર તમને સુખે રાખે, એવી મારી તેને પ્રાર્થના છે અને તમે બંને અવનીમાં સુખી થશે એ તમને ભારે આશિર્વાદ છે. લલિત અને પ્રભાવતી ! તમારા ઉપર હજુ ઘણી ઘણી મહાન મુશીબત આવવાની છે, વારંવાર વિપત્તિના વરસાદ તમારા મસ્તકે વરસવાના છે તે સમયે તમે ધીરજ અને આશાને ત્યાગ કરશે નહિ–દયાળુ પરમાત્માને વિસરશે નહીં તે તમે અને સુખી થશે, ” એમ કહી તે ડેસીએ તે બન્ને જણા તરફ પ્રેમપૂર્ણ દ્રષ્ટિએ જોયું અને પછી પાછી એકદમ તે ગાઢ ઝાડીમાં અલેપ થઈ ગઈ.
“ લલિત ! મને લાગે છે કે આ ડોસી ગાંડી હેવી જોઈએ.” આટલો વખત સ્તબ્ધપણે ઉભી રહેલી પ્રભા તે ડેસીને ચાલી ગએલી જોતાંજ બોલી ઉઠી.
“પ્રભાવતી ! મને તારી જેમ લાગતું નથી. ”
“એટલામાં પ્રભાવતીની નજર સામે ગઈ અને તે ચમકી-ગભરાઈ ગઈ. તેનું કોઈ કારણ હતું ખરું?
પ્રકરણ ૨૦ મું.
લલિત ક્યાં છે ? ” પ્રભાવતી શા કારણથી ચમકી ? તે શોધી કાઢવા લલિતે પાછું ફરીને જોયું તે ધાંધ થઈ લાલચોળ બની ગએલો કુમાર ચંદ્રસિંહ તેની નજરે પડશે. તેને જોઈ પ્રભાવતી બહુજ ભયભીત થઇતેનું હૃદય ધડકવા લાગ્યું, શરીરલતા થરથર ધ્રુજવા લાગી અને પગ કાપવા લાગ્યા. ચંદ્ર એકદમ તેની પાસે આવી જેથી તેને હાથ પકડ્યો અને બે -“પ્રભાવતી આ શું કહેવાય? શું તને તારા કુલશીલનું જરા પણ અભિમાન નથી? તને પિતાજીએ ના પાડી છતાં તું આ નીચ માણસની એકાંતમાં મુલાકાત લે છે ચંદ્રને આવેલ ક્રોધ હદ ઓળંગી ગયેલ હોવાથી તે આગળ બેલી શક્યો નહિ - પ્રભાવતીને ઉપર પ્રમાણે કરી પછી ચ લલિત તરફ તિરસ્કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com