________________
ભરી નજરે જોયું. પિતાને નીચ કહેતાં જ લલિતના શરીરમાં ક્રોધને સંચાર થયો અને તેનું રક્ત તપવા લાગ્યું. તેણે તરતજ પિતાની તરવાર ઉપર હાથ નાંખે તેટલામાં તે પ્રભાના રડવાને અવાજ તેને સાંભળવામાં આવ્ય-એટલે તરતજ તેણે તરવાર ઉપરથી હાથ ઉઠાવી લીધો અને ગંભીર તેમજ શાંતપણે ચંદ્રસિંહ તરફ જોઈને બોલ્યો-“કુમાર ! તારી સાથે આ તુછ બાબતમાં કલહ કરવાની મારી બિલકુલ ઇચ્છા નથી.”
“ લલિત ! શું આ તુચ્છ બાબત છે ? એ મૂર્ખના સરદાર! તું મારી સાથે વાત કરવાને પણ નાલાયક છે–નીચ છે ! જે તું મારે સમવડીઓ હેત તે તને હું અત્યારે ને અત્યારે અને અહીંને અહીં બતાવી દેત કે આ બાબત તુચ્છ છે કે નહિ!”
અરેરે ! ચંદ્ર, આ તું શું બોલે છે ? આજ સુધી તું તેમને ભાઈ જેવા સમજો-માનતે હતું અને આજે તને આમ કેમ થઈ ગયું?” પ્રભાવતી રડતાં રડતાં બોલી. "
નાદાન કરી ! ચુપ રહે. મને નહેવું લાગ્યું કે તું આવી નિર્લજજ છે. આ જે, સામેથી તારી દુષ્ટ દાસી ચાલી આવે છે.
એ દુષ્ટ મધુરી ! તે આ બહુજ સારો ધંધે આદર્યો છે. આવી જ રીતે તેં તારા માલેકને હુકમ પાળે ?”
મધુરી ડુસકાં ભરતી-રડતી-પ્રભાવતીની પાસે ગઈ અને તેને થરથર ધ્રુજતે હાથ પિતાના હાથમાં લઈ બેલીઃ-“બા સાહેબ ! આમ ભય ન પામ! જે થવાનું હશે તે તે થશેજ પણ જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી બહેન, તમારા એક વાળને પણ ધક્કો લાગશે નહીં. તમને કુમારે અહીં જોઈ લીધેલ છે તેથી કોઈ પણ રીતે ભયભીત થવાનું કે નિરાશ બની જવાનું કારણ નથી.”
આ પ્રમાણે મધુરી પ્રભાવતીને સમજાવતી હતી અને ચંદ્રની તરફ તે તેનું બીલકુલ ધ્યાન જ નહોતું. પોતે જે કંઈ કહે છે અથવા કહેવા માગે છે તે તરફ મધુરીનું બીલકુલ ધ્યાન જ નથી તે જોઈ-જા
શ્રી ચંદ્રનો ગુસ્સો હદ આળંગી ગયો. તે જોરથી જમીન ઉપર પગ પછાડીને બેલ્યો-“એ દુષ્ટ દાસી ! અહીંથી એકદમ તેને લઈ કિ. લ્લામાં ચાલી જા અને તારું કલંક્તિ મુખ અહીંથી કાળું કર.”
હવે અહીં વધારે વખત જવામાં સાર નથી-ડહાપણ નથી, એ વાત મધુરીના ધ્યાનમાં આવી ગઈ. તેણે તરતજ પ્રભાવતીને હાથ પકડશે. આ સમયે પ્રભાવતીનું પ્રફુલ્લિત અને મનમેહક મુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com