________________
૧૦૭ કરમાઈ ગયું હતું. તેની મુખમુદ્રા નિસ્તેજ થઈ ગઈ હતી. તેના આખા શરીરમાં કપ ો હતો. પોતે જે તે બને ત્યાંજ છોડીને ચાલી જશે તે તેનું બહુ જ શોચનીય પરિણામ આવ્યા વિના રહેશે નહિ, એમ લાગવાથી ત્યાંથી એકલી જ ચાલી જવા માટે પ્રભાવતી ખુશી ન હતી. તે ડુસકા ભરતી બેલી-“ચંદ્ર ! તું પણ મારી સાથે ચાલ.”
“પ્રભા ! વધારે બકવાદ ન કર અને ચુપચાપ ચાલી જા. અહીંથી સીધે સીધી કિલ્લામાં ચાલી જજે. આ નિમકહરામને આ ખરની તાકીદ આપીને હું પણ તારી પાછળ પાછળજ કિલ્લામાં આવી પહોંચુ છું.” રાંદ્રસિંડ ધિક્કાર પૂર્વક બોલે.
ચઢે ગુસ્સામાને ગુસ્સામાંજ લલિતસિંહ તરફ જોયું પણ લલિતે તે તરફ જરા પણ ધ્યાન અપ્યું નહિ. ચંદ્રસિંહને પિતાની સાથે આ વવાનું પ્રભાવતી કહે છે તેનું કારણ શું ? તે ધ્યાનમાં આવતાં જ લલિત મોટેથી બે
પ્રભાવતી! તું જા. તારે ડરવાનું કાંઈ પણ કારણ નથી. મારે કલ્યાણ કરનાનારના પુત્રને માટે મારા હૃદય સંપૂર્ણ પણે સમાન બુદ્ધિ છે અને તારા લલિત પિતાની ઉપર ઉપકાર કરવાના ઉદ્ધત સંતાનની સાથે કેવી રીતે વર્તવું તે પણ ઘણું જ સારી રીતે જાણે છે. માટે તું શાન્ત ચિત્તે નિશ્ચિત થઈ હવે તું સુખેથી કિકલા તરફ ચાલી જા. ચંદ્રના અવિચારી ભાષણથી મને જરા પણ ક્રોધ ઉપજશે નહિ. પ્રભાવતી! ચંદ્રસિહની સહિસલામતી માટે તે તદન નિશ્ચિત રહે! ”
સંધ્યા સમય થતાં જ અમારી આ નવલકથાને મુખ્ય નાયક લલિતસિંહ પર્વતમાંથી પાછે કિલ્લા તરફ આવતું હતું. તે વખતે તેની મુખમુદ્રા કંટાળેલી લાગતી હતી. કિલ્લાના મુખ્ય દ્વાર પાસે આવી તેણે પહેરેગીરને પૂછ્યું “કુમાર ચંદ્રસિંહ ર્ગમાં આવી ગયે?”
હજુ સુધી તેઓ આવ્યા નથી. લલિતસિંહજી ! પણ તમે આજે આમ કંટાળેલા અને નિસ્તેજ કેમ જણાવે છે?” પહેરેગીરે તેને પૂછયું.
કાંઇ નહીં, એ તે સહેજ, પણ હજુ ચંદ્રસિહ પાછે કેમ નહીં આવ્યા હોય? કુમાર ચંદ્ર ન આવ્યો એ એક આશ્ચર્યજ છે. વારૂ, પણ પિતાની દાસી સાથે પ્રભાવતી તે આવી ગઈ છે ને?”
હાજી. તેમને આવે ઘણે વખત થઈ ગયો છે. પણ આ શું ? લલિત તમારે પિશાક અને હાથ રક્તથી ખરડાએલાં કેમ છે? તમારી તરવાર કયાં? તે માનમાં કેમ નથી દેખાતી? આ રેત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com