________________
એક અપરાધ કર્યો છે. તેમની એકની એક પુત્રીને હું ચાહવા લાગ્યો અને મારા આ અપરાધની તેમણે મને જે સજા કરી છે, તે વ્યાજબી છે અને તે વ્યાજબી બાબતમાં ભારે શા માટે ખોટું લગાડવું જોઈએ? તે તુંજ મને કહે.” વીજલ તરફ જોતાં લલિતે સસ્મિત મુખે કહ્યું.
“કુમાર! મને તે તમારી માન્યતા કાંઈક વિચિત્ર લાગે છે.”
“તને ગમે તે લાગતું હોય છતાં હું કહું છું કે-તે મારી પ્રમાણિક માન્યતા છે. વીજલ, સમજ કે જે તેજ સરદાર મારા જન્મદાતા– પિતા–હોત–અને ખરી રીતે મારા જન્મદાતા જનક કરતાં તેમની સજજનતા અધિક છે–તે તેઓ મને જે આજ્ઞા કરતા તે આજ્ઞાને શું મારાથી ભંગ કરી શકાત? નહીં જ! વીજલ, આ કઈ શિક્ષા નથી અથવા હું કાંઈ તેમને કેદી પણ નથી. મને સર્વ વાતની છૂટ તેમણે આપી છે. ફક્ત એક પ્રભાવતીને મળવું નહીં અને તેની સાથે વાતચિત કરવી નહિ, એવું તેમણે મને ફરમાવ્યું છે. હવે હું મારી મરજીથી જ બહાર ન નિકળે અને અહીં જ પ રહું તો તેવી સ્થિતિમાં જે તું મને કેદી કહે તે હોય તે વીજલ, તે તારી સમજ ફેર શિવાય બીજું કાંઈજ નથી. વારૂ, પણ શું તું મને એમ કહે છે કે – મારે અહીંથી ચાલ્યા જવું?”
” કુમાર ! તમારી દુઃખદાવસ્થા દૂર કરવાને તેજ એક માત્ર ઉપાય છે ”
“અને વિજલ! અહીં તું એક વાત ભૂલી જાય છે.” “તે કઈ વાત?”
તે એજ કે જે હું આ પહેલાં જ અહીથી ચાલી ગય હેત તે તે દિવસે પ્રભાવતીને લુંટારાઓના હાથમાંથી છેડાવત કોણ?”
અને તેથી જ તમે કિલાને ત્યાગ નહીં કરતા હે?” “હા, એમજ છે.”
હવે આપની શી ઇચ્છા છે. અને આપ શું કરવા માગે. છો?” વિજલે તેની ઇચ્છા જાણવા પૂછયું.
“એજ કે આ કિલામાં રહીને જ હું તેની ઉપર નજર રાખીશ.”
વારૂ, હવે એ વાત પડતી મુકો. આજે સવારથી જ તમને એક વાત પૂછવાનું મને મન થયું છે પણ તે પૂછવા આવવાને મને અત્યારે વખત મળવાથી હું તમારી પાસે આવ્યો છું. લલિત! તમને લાગે છે કે – આજ રાત્રે દૂર્ગમાં કાંઈ નવીન બનાવ બનશે ખરે?”
નક્કી કાંઈ કહી શકાય નહિ પણ મને લાગે છે કે તેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com