________________
હવે પિતે સહિ સલામત રીતે કિલ્લામાંથી બહાર જઈ શકશે કે નહીં, એ બાબતમાં તેઓ ચિંતાતુર બની ગયા. તે સમયે ત્યાં એકત્ર થએલા લેકના હૃદયની હાલત કેવી શોચનીય થઈ ગઈ હશે, તેનું પૂરેપૂરું વર્ણન કરવાનું કામ બહુજ કઠિન છે. તે આકૃતિએ દુર્જન તરફ હાથ લંબાવતાજ તે ( આકૃતિ ) ની આંખોમાંથી અગ્નિની જવાલાએ નિકળવા લાગી. હવે ત્યાંના લેકે ધીરજ રાખી શકયા નહિ. તેઓ એકદમ હાસભાગ કરવા લાગ્યા. ભોજનશાળામાંથી જેમ બને તેમ તરતજ બહાર નિકળી જવા રસ્તો ખાળવા લાગ્યા. એટલામાં
ન્યાસો ! આ ! માર્યા રે મારા બાપ !” એમ તે મનુષ્યોમાંથી એક મનુષ્ય બૂમ પાડી ઉઠે. દરેક માણસ પાછું વાળીને જોવા લાગ્યો તે તે આકૃતિને હાથ હદ ઉપરાંત લાંબો થએલો દરેકના જોવામાં આવ્યો. હવે તે કોના હૃદયમાં ઉત્પન્ન થએલા ભયને. અવધિ થયે તેમજ ભોજનશાળામાં બહુજ કોલાહલ થઈ ગયો. જેઓ સશક્ત હતા તેઓ જેમ તેમ કરી બહાર નિકળી પડ્યા અને બાકીના બધા બેભાન થઈ ભોજનશાળામાંજ પછડાઈ પડયા. સરદાર દુર્જન અને ચંદ્ર તે કયારનાએ મૂછિત થઈ પડયા હતા.
સ્ત્રીઓને માટે ભજનની વ્યવસ્થા બીજી જગ્યાએ કરવામાં આવેલી હતી. ત્યાં દેખાવ તે બહુજ હૃદયભેદક હતું. ત્યાં એકત્ર થએલી ૨૦-૨૫ સ્ત્રીઓમાં ફક્ત પ્રભાવતી જ સાવધ હતી અને બીજી બધી સ્ત્રીઓ મૂછિત થઈ જમીન ઉપર પછડાઈ પડી હતી. પ્રભાવતીને પહેલાં તે ત્યાં અચાનક પ્રકટ થએલી તે ચમત્કારિક દ્ધાની આ કૃતિને ભય લાગ્યો ખરો પણ પછી તે તદ્ગ નિર્ભય થઇ-એક પડદાની પાછળ છુપાઈ જઈ–ભેજનશાળામાં બનતે બનાવ આતુરતાથી જોવા લાગી. સરદાર સજજનસિંહની સ્થિતિ પણ બહુજ દુઃખદાયક અને શોચનીય થઈ ગઈ હતી-છતાં તે બેભાન થ નહોતે. તે આકૃતિ ભોજનશાળામાં પ્રકટ થઈ ત્યારથી જ તે ધ્યાન પૂર્વક તેની તરફ જોઈ રહ્યા હતા. તેણે એજ આકૃતિને પહેલાં એક વાર જોઇ હતી અને તેથી જ તેને તેને બહુ ભય લાગે નહિ, છતાં પણ ભયની
ડી ઘણું અસર તે તેના જર્જરિત થએલા હદય ઉપર થઈ. તે એક તરફ જઈ ભીતે હાથ ટેકવી ઉભા રહ્યા હતા. તે પ્રભાવતીના જોવામાં આવ્યું. પછી પડદાને દૂર ખસેડી પ્રભાવતી પિતાના પિતાની પાસે આવીને ઉભી રહી. તે સમયે ભોજનશાળામાં સરદાર સજન, પ્રભાવતી અને તે ચમત્કારિક આકૃતિ શિવાય બધા બેભાન -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com