________________
૯૫
આ વાકયને ખરેખર ભાવાર્થ હજુ પણ તે પૂરેપૂરો સમજી શકો નહે. ખરે દુર્ગાધિપતિ કોણ? તે જાણવાની તેને અનહદ ઉત્કંઠા લાગી હતી પરંતુ ગઇ કાલથી જ પોતાના ઓરડામાંથી બહાર ન નિકળવાનું સરદાર સજજને તેને જણાવ્યું હતું. એ જ કારણથી તે પિતાના ઓરડામાંથી બહાર નિકળે નહે. લલિત વીજલને કહ્યું – “ભાઈ વીજલ! હવે તું જા અને ભજન સમયે ક્યા ક્યા બતાવો બને છે, તે જોઈ-જાણી મને આવીને કહેજે !”
મહિષબલી મહોત્સવ સંધ્યા સમયે સમાપ્ત થશે. આજે કિલામાં ઠેકઠેકાણે વિશેષ રોશનાઈ કરવા સબબ ઘણા દિવસથી નિદ્રાવસ્થામાં પડે તે કિલ્લો જાગૃત થઈ ચમકતે હતે. હજુ ભોજનનું કામ બાકી હતું. તેને માટે સર્વ તૈયારીઓ થઈ ગઈ. સર્વ મેમાને અને બીજા લેક પોતપોતાની યોગ્યતા પ્રમાણે ગોઠવાએલા આસને ઉપર આવીને બેસી ગયા. ભજનના પદાર્થો પિરસાયા. સરદાર દુર્જનસિંહ તમામ પ્રકારે ઉપર દેખરેખ રાખત આમથી તેમ ફરતે હતા. તે સમયે તે સર્વ રીતે તદ્દન શાન્ત લાગતું હતું. આજે તેનું સર્વ ઐશ્વર્ય પ્રભાવતીની નજરે પડયું હતું અને તેથી તેને અત્યંત આનંદ થયો હતો. તે વચમાં વચમાં કોઈક ચીજની વદ આપવા માટે ગંભીરતાથી રણમલને બેલા અને રણમલ પણ એક યત્રિક પુતળાની જેમ તેની આજ્ઞાના તાલ ઉપર નાચતો હતો. તે બિચારા વૃદ્ધનું ચિત્ત આજે ઠેકાણે નહેતું. આજને પ્રસંગ કયારે નિવિનતાથી સમાપ્ત થાય, એજ તેના વિચારને વિષય હતે. તેની મુખમુદ્રા તદન નિસ્તેજ દેખાતી હતી. તમામ મનુષ્યો આનંદમાં ગુલતાન બની ભોજ્ય પદાર્થોને વખાણ વખાણ ઇન્સાફ આપતા હતા. પાસેનાજ સભામહેલમાંથી આવતા વારાંગનાઓના મધુર ગાયનને—મંજુલ નાદ તેમના કર્ણપ્રદેશ ઉપર વારંવાર અથડાતે હોવા સબબ સર્વ મેમાનના આનંદને અવધિ થયે હતે. ક્રમે ક્રમે ભજનનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું. રિવાજ મુજબ સરદાર દુર્જનસિંહ પિતાને માટે તૈયાર કરેલા સ્થાન પાસે ગયે અને હવે તે, તે આસન ઉપર બેસે તેટલામાં જ શસ્ત્રાગારમાંથી–બધા ધા ધડડડડ” એવો ગર્જના કરત-મેઘની જેમ કકડીને ગર્જના કરતો-ભયંકર વનિ ત્યાં એકત્ર થએલા સર્વ મનુષ્યોને સંભાળાય અને તે સાથે જ ભોજનશાળાને એક છુપો દરવાજે ઉધશે. દરવાજે ઉઘડતાં જ સર્વ લોકો ગભરાયા ભયભીત થયા. ભજન ભજનને ઠેકાણે રહ્યું અને તમામ લોકો પત્થરના પૂતળાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com