________________
પ્રભાવતી પિતાના ઓરડામાં બેઠી બેઠી સ્વમવત બની ગએલા બનાવની બાબતમાં અનેક વિચાર કરતી હતી. તે મહાન શરીર હેવાનું અભિમાન રાખનારા અને રણભૂમિમાં હજારો શત્રુઓથી જરા પણ ન ડરાવનારા વીર પુરૂષ એક તુચ્છ આકૃતિથી આટલા બધા ભયભીત થઈ ગયા–બેશુદ્ધ થઈ પૃથ્વી પર પછડાઈ પડ્યા ! અને પોતે એક અબળા હોવા છતાં પણ પોતાને તે આકૃતિથી કાંઈ ભય કે શંકા પણ ઉપજ નહીં, કે પિતે જરા ગભરાઈ કે બેશુદ્ધ પણ થઈ નહીં! એ બાબતમાં તેને રહી રહીને આશ્ચર્ય થવા લાગ્યું. પિતે આજે જે જોયું તે શું હશે, તેની તે કલ્પના કરી શકતી નહોતી. તે આકૃતિ પિતાની પાસે આવી અને પિતાને જુદી જુદી જાતની ઇશારતે કરી બતાવી તેને યથાર્થ ભાવાર્થ શું હશે, એને તેણે ઘણું સમય સુધી વિચાર કર્યો. એટલામાં જ તેને લલિતનું સ્મરણ થઈ આવ્યું. તેણે પિતાની દાસી મધુરીને હાક મારી અને તે પાસે આવતાં જ બેલી કે “મધુરી! અત્યારેને અત્યારેજ તું એક કામ કર. થોડા વખત પહેલાં મેં જે આકૃતિ જોઈ હતી અને તેણે મને જે જે ઇશારતે કરી તેમાં મને કાંઈ પણ સમજ પડતી નથી. તેને યથાર્થ અર્થ મને લલિતસિંહ શિવાય બીજો કોઈ પણ સમજાવી શકે તેમ નથી. માટે આવતી કાલે તે મને અવશ્ય મળ જોઈએ. તે અત્યારે જ જ અને વીજલને મળ. તેને માટે સંદેશ કહે કે “આવતી કાલે બપોરે ઘણાજ જરૂરી કામ માટે પર્વતની પાસેના પહેલા જ નાકા ઉપર લલિત મને જરૂર જરૂર મળે!” એ સંદેશ વીજલ લલિતને જઈને કહી દે, એવી ગોઠવણ તું તરતમાં કરી નાંખ!”
“ વાંરૂ-હું તેની તમામ ગોઠવણ કરું છું!” એમ કહી પ્રભવાતીના ઓરડામાંથી દાસી ચાલી ગઈ અને તે પિતે એક કોચ ઉપર જઈ બેઠી.
પ્રકરણ ૧૯ મું.
ખૂનને વહેમ, ભગવાન સહસ્રરશ્મિ સવિતાપતિ સૂર્યનારાયણ બરાબર આકાશના મધ્યભાગમાં આવી પહોંચ્યા હતા. તેઓના અતિશય તેજસ્વી અને પ્રખર કિરણે સર્વત્ર ફેલાઈ ગએલા હેવાથી ગરમી પુષ્કળ જણાતી હતી અને ભૂમિમાંથી વરાળે નિકળતી હતી. વૃક્ષની ગીચ છાયામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com