________________
૫૪
માંને વિચારામાંજ ગુલતાન હતેા. કિલ્લાની ધડીયાળમાં બારના ટકેારા થયા. લલિતની આંખેા નિશ્ચળ હતી. નિદ્રાએ તેના ઉપર પેાતાની સત્તા ચલાવવા માંડી હતી પરંતુ લલિતને તેના વિચારા નિદ્રાસ્વાદ લેવા દેતા નહાતા. ઘણા વખત સુધી તે નિશ્રળ નજરે દીવાની તરફ જોતા સ્તબ્ધ રહ્યા હતા. વચમાં વચમાં દીપકના પ્રકાશ નાનેા માટે થયા કરતા હતા. જેમ જેમ વખત વીતતા ગયા તેમ તેમ દીવાની પ્રકાશ ઝાંખા થવા લાગ્યા. હવે દીવામાંનું તેલ પુરૂં થવા આવ્યું હશે, એમ તેને લાગ્યું પણ તેટલામાંજ દીપકના બહુજ પ્રકાશ થયા. તેના ઓરડાના દરવાજો ધીમે ધીમે ઉધડવા લાગ્યા. થેડીજ વારમાં એક મોટા ધેાળે પડછાયા દિવાલની ઉપર દેખાવા લાગ્યા. તરક્ લલિતનું ધ્યાન ખેંચાયું. તે જોઇ લલિત જરા પણ ગભરાયા િ કે ભય પણુ પામ્યા નહીં. તે નિશ્ચલ નજરે તે પડછાયા તરફ જોવા લાગ્યા. તેને એમજ લાગ્યું કે પેતે સ્વપ્નમાં છે અને કાંઇક જીએ છે; એટલુંજ ! ધીમે ધીમે દિવાલ ઉપરના તે પડછાયા અલેપ થઇ ગયા અને તેને બદલે ત્યાં એક ધાળી આકૃતિ દેખાવા લાગી. તે ફેરફાર જેમ લલિતે પેાતાની આંખા ઉપર હાથ ફેરવી તે આકૃતિ તરફ ઝીણી નજરે નિરખીને જોવા લાગ્યા, પણ તે આકૃતિ ાની છે, એ તેના ધ્યાનમાં આવી શક્યું નહિ. ધીમે ધીમે તે આકૃતિ દીવાની પાસે આવવા લાગી. દીવાની પાસે આવતાંજ તે આકૃતિ પારદર્શક છે, એમ લલિતને જણાયું. કારણ કે તે આકૃતિની અંદરથી દીપકને પ્રકાશ સાફ સાફ દેખાતા હતા. કુરતી ફરતી તે આકૃતિ લલિ તની પાસે આવી અને પેાતાના હાથ લાંબે કરી લલિતને પેાતાની પાછળ પાછળ ચાલ્યા આવવાની ઇશારત કરી. લલિતના મનમાં તે વખતે તે આકૃતિને જોઇ-શા વિચારા આવ્યા તે, તે તે સમજી શયા નહિ કે જાણી શક્યા નહિ ! અથવા તે આકૃતિને જોવાથી તે પેાતે જરા પણ ભય પામ્યા નહિ. તે એકદમ કાચ ઉપરથી ઉઠીને ઉભા થયા અને તે આકૃતિની પાછળ પાછળ ચાલવા લાગ્યો.
ાલિતસિડ પે.તાની પાછળ પાછળ ચાલ્યા આવે છે, તે જોતાંજ તે ધોળી આકૃતિ એરડામાંથી બહાર નિકળી. તે આકૃતિથી લગભગ દસબાર હાથ છેટે લલિત તેની પાછળ પાછળ ચાલ્યે જતા હતા. તેણે પેાતાની સાથે દીવા પણ લીધા નહીં અને દીવાની જરૂર પણ નહેાતી. કારણ કે તે ધેાળી આકૃતિને પ્રકાશ આસપાસમાં એટલા બધા પડતા હતા કે-જેને લીધે રસ્તામાં ચાલવા જેટલે ભાગ લલિતને સારી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com