________________
જો તમે તમારા અત્યારના બંદિવાસને સુખ માનતા હે તે મણ જાણે!? પરંતુ મને તે ખાત્રી છે કે તમે દુખી છે-બહુજ દુખી છે ! સુખી નથી. તમારા ઉપર સરદાર સાહેબની અવકૃપા થવાના કારણની હું ઘણ દિવસથી શોધ કરતો હતે તે કારણે આજે મારા જાણવામાં આવ્યું છે. આ કિલ્લામાં કુમાર તમે એકલા જ દુઃખી નથી પણ બીજું પણ એક પ્રાણિ દુઃખી છે !”
“એકંદરે તે મારી બધી છુપી વાત જાણ ખરી!”
હા. તમારી છુપી વાત આજે મારા જાણવામાં આવી છે.' લલિત ! તમારી જેમજ પ્રભાવતીબા પણ દુઃખી છે.”
વીજલ ! જ્યારે મારી તમામ છુપી વાત તાસ જાણવામાં આવી છે તે હવે હું તારાથી કાંઈ પણ છુપાવવા માગતા નથી. પ્રભા વતી ઉપર મારો પ્રેમ છે, શું એ મારે અપરાધ થશે ? તે કુલીન છે માટે તેને ચાહવી, એમાં શું ગુનેહ છે? અરે ! આતે કેવો ઘાર અન્યાય ! હું એક પારકો અને નિરાધાર છું. મારે બાપ નથી–મા નથી કળશીળ પણ નથી અને હોય તે તે હું જાણતો નથી તેથી જ તે અમૂલ્ય રત્ન તરફ નજર કરી મારાથી જોઈ શકાતું નથી. શુદ્ધ પ્રેમની આગળ તેની શી કિંમત? કાંઈજ નહીં! સાત્વિક, શુદ્ધ અને દૈવી પ્રેમને શ્રીમંત, ગરીબ, કુળશીલ, કુરૂપ કે સુરૂપ વિગેરેની જરૂર રહેતી નથી. ખરા શુદ્ધ પ્રેમને મહાન મંદિરમાં રાખો કે કંગાલ ઝુપડીમાં રાખે તેની કિંમત એક સરખી જ હોય છે. પરંતુ આ વાત તેમના–પ્રેમપાત્રના અને તેના સંબંધીઓના સમજ. વામાં આવવી જોઈએ. આજે જે હું ધનવાન હેત તે પ્રભાવતી મારી થવામાં જરાએ વિલંબ લાગત નહીં. અમે બન્નેની વચમાં જો કે આ સમયે બહુ બહુ મુશીબત છે છતાં હું નિરાશ થયે નથી. દયાળુ સર્વવ્યાપક સચરાચર પરમાત્મા ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે. મારા હદયમા પ્રભાવતીને માટે ઉત્પન્ન થએલા શુદ્ધ પ્રેમને તે ઘણી જ સારી રીતે જાણે છે. મારા ચિત્તની સ્થિતિ કેવી છે, તે તેના જાણવા બહાર નથી. તે સિવાય મારું હૃદય વારંવાર મને કહે છે કે-“લલિત ! તું નિરાશ થઈશ નહિ.”
“જ્યારે એમ છે ત્યારે તમે દુઃખી શા માટે થાઓ છે?”
“તેનું કારણ ફક્ત મારી અંધશ્રદ્ધા છે. આશા એ એક કેવળ મૃગજળ જેવી છે, એ વાતને હું ઘણી જ સારી રીતે જાણું છું છતાં મારું મન નિરાશ થતું નથી. વીજલ! શું તને એમ લાગે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com