________________
અરે ઓ નાદાન છોકરા ! વચમાં આમ બકવાદ ન કર! તુચ્છતાથી તેની તરફ જોઈ અજબસિંઘે કહ્યું.
શું નાદાન કરે?! એ મુખ-જંગલીઓ ! મારે તમને ઘણીજ સારી રીતે સભ્યતાને પાઠ શીખવું જોઈએ.”
એમ કહી કુમાર ચંદ્રસિંહે પિતાની તરવાર મ્યાનમાંથી બહાર કાઢી અને બહુજ જોશથી અજબની ઉપર હુમલો કરવા ધસ્યો. પરંતુ અજબે તે તરફ પિતાનું ધ્યાન જ નથી, એ ડોળ કર્યો. કુમાર પાસે આવતાં જ તેણે એક હાથે કુમારને હાથ ઝાલી મરડી નાંખ્યું અને બીજે હાથ તરવાર ખુંચવી લઈ એક ખૂણામાં ફેંકી દઇ બોલ્યા-જા, નાદાન છોકરા ! પહેલાં શસ્ત્ર ચલાવવાનું શીખી આવે અને પછી આ બહાદુરોની સામે લડવા આવજે! સમજ્યો કે? જા, તારું તે રમકડુ લઈ રમત કર !”
“કેવું ભયંકર અપમાન ! ચંદ્ર, સબુર કર. આ બને ખુની લુંટારાઓને સરદાર દુર્જનસિંહ સખત સજા કરશે. સરદાર સજ્જને ગર્જના કરી.
ઓ જંગલીઓ ! તમે અત્યારે ને અત્યારે મારે આ કિલ્લો છોડીને ચાલ્યા જાઓ.” ગુસ્સામાં આવી જઈને દુર્જને કહ્યું.
એક ક્ષણ માટે તે બને ભાઈઓ ચુપચાપ ઉભા રહ્યા. તે બનેએ પિતાની ચારે તરફ નજર ફેરવી. તે વખતે તેઓની આંખમાંથી અગ્નિની જવાળા જ નીકળતી, હેયની તે ભાસ થતો હતો. તેમનાં મુખ લાલચોળ-રક્ત જેવાં–થઈ ગયાં હતાં. થોડી વાર પછી વજેસંઘે દુર્જન આગળ આવી ગુસ્સાથી ગર્જના કરી કહ્યું–
“સરદાર દુર્જન ! સાંભળો ! આજથી જ આપણે એક બીજાના કટ્ટા દુશ્મન થઈ ચૂકયા. આજે તમે અમારું જે અપમાન કર્યું છે તેને બદલો અને જવાબ અમે તમારી પાસેથી લીધા વિના કદિ રહીશું નહિ. એ સારી રીતે ધ્યાનમાં રાખજે ! સરદાર ! યાદ રાખજો કે આ કેસરીસિંહને છંછેડી તમે બહુજ ખોટું કર્યું છે. હવેથી તમારી સલામતી જોખમમાં આવી પડી છે.”
એટલુંજ કહી તે બન્ને ભાઈઓ સભામહેલ છેડી ગયા.
જે સમયે સભામહેલમાં ઉપર પ્રમાણે ગડબડ ચાલતી હતી તેજ સમયે દુર્ગની પાસેનાજ લતાકુંજમાં પ્રભાવતી પોતાની દાસી સાથે ફરતી હતી. ફરતાં ફરતાં પ્રભાવતીએ મધુરીને પૂછયું
“મધુરી! આજે કિલ્લામાં કોણ આવેલા છે?” “બા ! પેલી સિંહગુફામાં જે બે ભાઈઓ રહે છે તે આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com