________________
પશ્ચાત્તાપ છે. મારે હવે બહુજ વિચાર કરીને સાવચેતીથી વર્તવાનું છે–ચાલવાનું છે. મારા પિતાજીએ મારે માટે જે કાંઈ વિચાર કરી રાખે છે ... ..
“પ્રભા ! હવે આગળ ન બોલ. હું તે સર્વ વાત જાણું છું અને તે એ કે સરદાર દુનસિંહની સાથે . વચમાંજ લલિત બોલ્યો.
હા. જે તમને ખબર હોય અને તમે જાણતા હે તે આપણું આ વર્તન કેટલું બધું અક્ષમ્ય છે-અનુચિત છે ? હવે હું બીજા • ની સાથે .
એટલામાં તે તરફ કેટલાક ઘોડેસ્વારોના આવવાનો અવાજ તેઓને સંભળાવે. લલિતસિંહે તરત મ્યાનમાંથી પિતાની તરવાર બહાર કાઢી અને તે પ્રભાવતીની પાસે જઈ ઉભું રહ્યું. તેણે એક વાર ચારે તરફ નજર કરી. કદાચિત્ સિંહગુફામાંના લોક પિતાની ઉપર ચઢી આવશે, એમ તેને પ્રથમથી જ લાગતું હતું. પ્રભાવતીને પણ ભય લાગવા માંડશે. ફરી જે તે લેકે આવી જશે તે પિતાની રિથતિ બહુજ ખરાબ થઈ જશે, એ તે જાણતી હતી. પ્રભાવતીને ભયભીત થએલી જોતાંજ તેને ધીરજ આપતાં લલિત કહ્યું-“પ્રભાવતી ! તું જરા પણ ભય પામીશ નહિ. જ્યાં સુધી આ લલિતસિંહના શરીરમાં પ્રાણુ છે ત્યાં સુધી કઈ પણ મનુષ્ય તારે વાળ પણ વાંકે કરી શકે તેમ નથી. માટે તું તદન નિશ્ચિંત રહે. તારી સહિસલામતીની જવા બદારી હવે મારે માથે છે અને તે હું ભૂલી ગય નથી.”
“આ તે પિતાજી આવ્યા!”પ્રભાવતી એકદમ આનંદથી બેલી ઉઠી.
સરદાર સર્જનસિંહ, દુનર્જનસિંહ અને ચંદ્રસિંહ કેટલાક સ્વરેની સાથે ઝાડીમાંથી બહાર આવ્યા. પિતાની પુત્રીને સહિસલામત જોતાંજ વૃદ્ધ સરદાર સજજનને અનહદ આનંદ થશે. તે ઘડા ઉપરથી ઉતરી પ્રભા પાસે ગયો અને તેના કપાળે ચુંબન કર્યું. પછી તેણે લલિત તરફ નજર કરી. તેના શરીર ઉપર રક્તનું એક બિંદુ પણ નહતું છતાં તેણે પ્રભાવતીને લુંટારાઓના હાથમાંથી છોડાવી હતી. જે કામને માટે પિતાને કેટલાએ સૈનિકનું બળીદાન આપવું પડયું હતું છતાં કાર્યની સિદ્ધિ ન થઈ અને તેજ કામ એક યુવકે કાંઈ પણ જોખમ ખેડ્યા વિના સિદ્ધ કર્યું, તે જાણીને તે વૃદ્ધ સર. દારને અજાયબી ઉપજ્યા વિના રહી નહીં. તે લલિતને એક તરફ લઈ ગયે અને કહ્યું – “લલિત! તારે આજને ઉપકાર હું કોઈ કાળે ભૂલીશ નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com