________________
એટલુંજ કહી તે વૃદ્ધ સરદારે પ્રભાને બેસવા માટે એક સ્વારને ઘેડે અપાવ્યો અને તે ઉપર પ્રભા બેસી ગયા પછી સર્વે અજય તરફ ચાલ્યા. તેની ડાબી બાજુએ સરદારે દુર્જનસિંહ ચાલતો હતો અને આગળ આગળ ચંદ્ર ચાલતું હતું. તે સમયે તે બન્ને–ચંદ્ર અને દુર્જનના મનમાં શા શા વિચારે ચાલતા હતા, તે જાણવાનો માર્ગ નહોતે. તે બન્નેના મુખ ઉપર ક્રોધની કરચલીઓ પડેલી સ્પષ્ટ પણે જણાતી હતી. લલિત તે સર્વેની પાછળ પાછળ ધીમે ધીમે પગ પાલો ચાલતા હતા. થોડીવારમાંજ લલિત પાછળ પડી ગયો અને બીજા બધા તેની આગળ ચાલ્યા ગયા. ત્યાં સરદાર સજજને પ્રભાને પૂછયું કે-“પુત્રી ! લલિત તારી સાથે શી શી વાત કરતા હતા ? તમે બન્ને દઈ બાબતમાં વાતચિત કરતા હતા?'
પિતાને પિતા આ પ્રશ્ન શા માટે પૂછે છે, તેને ઉદેશ તરતજ પ્રભાવતીના ધ્યાનમાં આવી ગયે. તે તેના તરફ કરડી નજરે જોતી બોલી–
પિતાજી! તમારા પ્રશ્નનો ઉદેશ હું સારી રીતે સમજી ગઈ છું. લલિતે મારી સાથે કાંઈ ગેરવ્યાજબી વર્તન કર્યું હશે અથવા મારી સાથે અનુચિત વાત કરી હશે, એમ તમને લાગતું હશે. પરંતુ પિતાજી ! લલિત એ એક બહુજ પવિત્ર અને ખરેખર શુરવીર છે અને તેને માટે તમારે શંકા લેવી, એ તમારા વિરૂદને કલંક લગાડનાર છે, એમ હું માનું છું ! પિતાજી! આજે તેણે જ મારા પ્રાણ બચાવ્યા છે અને મને પ્રાણદાન આપ્યું છે, તે હું મરતાં સુધી કોઈ કાળે ભૂલીશ નહિ. મારા ઉપર જ્યારે સંકટ આવી પડયું ત્યારે જે લલિત ન હોત તે. પિતાજી! આજે આ તમારી અભાગિની પુત્રી આ સમયે કોણ જાણે ક્યાં હોત....
ત્યાર પછી તેનું કથન તે વૃદ્ધ સરદાર સાંભળ્યું નહિ. પ્રભાવતીના મુખમાંથી ઉપર પ્રમાણેની વાત સાંભળતાં જ લલિતસિંહને માટે તેના હૃદયમાં જે શંકા આવી હતી તેને માટે હવે તે શરમાવા લાગે. તેણે એક સ્વારને ઘોડા લલિતને અપાવ્યું અને તેની સાથે સાથેજ ચાલવા લાગ્યા. રસ્તામાં તે વૃદ્ધ સરદારે લલિતને જંગલમાં બનેલા બનાવની સર્વ હકીક્ત પૂછી લીધી.
ધીમે ધીમે તે તમામ લોકો અજયદૂર્ગમાં પહયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com