________________
૭૭
દરવાજા ઉપર ચઢી ગયો અને ઘંટ વગાડવા લાગે તે જોઈ રણમલે વિજેસંધને કહ્યું
“આમ કરવું એ તમારા જેવા વીર પુરૂષને શોભતું નથી.”
“તે તે અમારા અહીં આવવાના માનમાં ઘંટ કેમ ન વગાડો. તું આટલો બધો ઘરડો થયે છતાં ગધેડા જે જ રહ્યા. તારે આ બાબતને પહેલાંથી જ વિચાર કરવો જોઇને હતે !”
મેં વિચાર કર્યો હતે કે નહિ, તે જોવાનું તમારું કામ નથી. તમારી લાયકાત મુજબ જ તમને આ કિલ્લામાં માન મળશે. ”
રણમલ ! ઠીક છે. આ તે કોની સાથે બેલે છે, તેનું તને ભાન છે ખરું કે? અમારા આ અપમાનને અમે સખતમાં સખત બદલે તારી અને તારા સરદાર પાસેથી લેવા સર્વ રીતે સમર્થ છીએ-એ તું ભૂલી જઈશ નહિ!”
“હવે તમારી શી ઇરછા છે, તે કહે.”
એજ કે અમે તારા સરદારને મળવા માગીએ છીએ તેની તું ગોઠવણ કર. ચાલ, અમારી આગળ આગળ ચાલ અને તારા સરદાર સાથે અમને મેળવી આપ. જે તું ના પાડીશ તે અમે પ્રથમ તા. હોળીના નાળીએરની જેમ તનેજ વધેરી નાંખીશું! પછી તે જેવી તારી મરજી ! બોલ તું શું કહે છે?'
“ચાલો, મારી પાછળ પાછળ ચાલ્યા આવે!”
એમ કહી રણમલ તે બને ભાઈઓને સભામહેલ તરફ લઈ ચાલ્યો. ત્યાં સરદાર સજન, દુર્જન અને ચંદ્રસિંહ તે બને ભાઈઓની વાટજ જોતા બેઠા હતા. તે બને ભાઈઓ અંદર આવતાં જ દુર્જને તેમના મુજરો લીધો. તે બન્ને ભાઈ જરા નમ્યા. તેમને જોઈ દુર્જને કહ્યું- તમારા જેવા વીર પુરૂષોની મુલાકાતથી મને બહુ આનંદ થાય છે.”
હા. એ બનવા જોગ છે છતાં તમારું કહેવું કેટલે અંશે ખરું છે, તે કહેવું એ જરા કઠિણ છે. અમે ખાસ તમારી મુલાકાત માટે કિલ્લામાં આવ્યા અને અમારા આવા સહકાર થાય, એ નવાઈ જેવું છે અને તેમ કરવું એ તમારા જેવાને જ શોભે! આ તમારું આચરણ ભવિષ્યમાં સરદાર ! તમારા ઉપર ભયંકર આફત લાવશે, એ ભૂલી ન જતા. “વિજેસંધે ભ્રકુટી ચઢાવીને કહ્યું.
“આ કેવી અસભ્યતા ?! “ એમ કહી ચ પિતાની તરવાર પર હાથ નાંખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com