________________
શક્યો નહિ. તે બને સ્વારે એક ગાઢ ઝાડીમાં પ્રવેશ કરે છે ત્યાં તે એકદમ સૂસું કરતું એક બાણ આપ્યું અને તે એક સ્વારના ઘોડાના ગળામાં ખેંચી બેઠું. તે સાથે જ ઘેડે એકદમ જમીન ઉપર પછડાય અને તેના સ્વારની પણ તેજ દશા થઈ તેનું મસ્તક જમીન ઉપર પડેલા એક પત્થર સાથે અફળાયું અને તે બેભાન થઈ ગયો પિતાની સાથેના સ્વારની આવી દશા થએલી જોતાંજ બીજે સ્વાર ગભરાઈ ગયો. તેણે એકદમ પિતાને ઘડે ભાવી ચારે તરફ નજર ફેરવી જોયું તે તેને કોઈ પણ જણાયું કે દેખાયું નહિ. આમ અચાનક અચૂક બાણ આવેલ જોઈ તેને બહુજ અજાયબી લાગી. કોઈ આવે છે કે કેમ, તે માટે તેને ઘણા વખત સુધી વાટ જોઈ. પણ તેવું કાંઈ બન્યું નહિ પછી તે પિતાના ઘોડા ઉપરથી ઉતર્યો. એક હાથે પિતાના ઘડાની લગામ પકડી બીજે હાથે પિતાના જોડીદારને સાવધ કરવાની કશીશ કરવા લાગે. એટલામાં પ્રભાવતીએ બુમ પાડી કે-“લલિતસિંહ!” તે સાંભળતાંજ લાખાએ ઉચું જોયું તે તેને પિતાની સામે એક સશસ્ત્ર જુવાન પેઠે ઉભેલો દેખાય. લલિતે તેને જોતાં જ કહ્યું-“ઓ સિપાઈ ! શસ્ત્ર છેડી દે અને શરણે આવ!” શરણ એ શબ્દને ત્રણ વખત ઉચ્ચાર કરી લાખો તદન હતાશ થશે અને તેણે લલિતના હુકમ મુજબ કર્યું.
“બહાદુર ! ચાલ્યો જા. જા, હું તને અભયદાન આપું છું. જે તું મારી સાથે કપટ કરીશ તો હું તને તેની સખત સજા આપવા સમર્થ છું.”
યુવક વીર! મને કપટ કે દગો કરતાં આવડતું જ નથી. તમે મને જે પ્રાણદાન આપ્યું છે તે હું કોઈ કાળે ભૂલી જઈશ નહિ.”
“ ઠીક છે. જે, હું આ તારા વચન ઉપર વિશ્વાસ રાખી તારે ઘેડે લઈ જાઉં છું. કિલ્લામાં પહોંચતાં જ તારે ઘેડે હું તને અહીં પાછો પહોંચાડી દઈશ. ”
અહા હા ! લલિત અને પ્રભાને માટે તે સમય બહુજ આનંદ અને સુખને હતે. તે પ્રેમી યુગલનું આજે આમ આકાત્મિક રીતે મિલન થવાથી તે અનહદ આનંદના આવેશમાં આવી ગયું. થોડે વખત સુધી તેઓમાંથી કોઈ કાંઈ પણ બોલી શક્યું નહિં. પછી પ્રભાવતી અચકાતાં અચકાતાં બેલી
“લલિતસિંહ?” હા, પ્રભાવતી ? ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com