________________
એક બીજા ઉપર તુટી પડ્યા. સ્વાર-સેતિકની બુમોના અને શાસ્ત્રના ખખડાટના તે જંગલમાં પડઘા પડવા લાગ્યા અને તેથી તે પ્રદેશ રાજવા લાગ્યો. તેઓની સમશેરે પરસ્પર અથડાવાથી કેઈ કે વાર અગ્નિ ઝરવા લાગે. ભાલાઓના કકડા ર ર જઈને પડવા લાગ્યા. કુમાર ચંદ્ર વજેસંધ ઉપર ખૂબ જોરથો પોતાની ભાલે ફેક્યો પણ તે એક કક્ષાએ ય હોવાથી એકદમ તેને વાર ચુક્યા તેની ઉપર ધસી ગયે. તે જરા પિતાની પાસે આવતાં જ ચંદ્ર તેના ઉપર તરવારને એક એ તે વાર કર્યો કે જેથી વજેસંધના હાથમાંની તરવારી તુટી ગઈ. અહીં તે પહાડી યો ધોધ થયો અને તે ચંદ્રના ઘેડાની તદન પાસેજ પિતાને ઘોડે લઈ ગયે અને કુમાર ચંદ્ર તેના ઉપર બીજે વાર કરે તે પહેલાં જ તેણે ( વજેસંઘે ) પિતાના જબરદસ્ત હાથથી તેનું ગળું પકડી-એકદમ દડાની જેમ પકડી-ઝાડીમાં ફેંકી દી.
હાય! એ ચાંડાળ! આ તે કે જુલમ કર્યો !? “એટલું બોલી તે વૃદ્ધ સરદાર સજજન એકદમ વજેસંઘ તરફ વળે. આ વૃદ્ધ સરદારને પિતે તરતજ જીતી લેશે, એમ પહેલાં વજેસંઘને લાગ્યું પણ આ તેની ધારણું તરતજ ધૂળમાં મળી ગઈ. સરદાર સજજનસિંહ જેવા જબરદસ્ત યોદ્ધા તરફથી થતા વાર ચુકવતાં ચુકવતાં વજેસંઘ હેરાન થઇ ગયા. આખરે વજેસંધ હાર્યો. સરદાર સજજન તરફથી ચેાથે વાર થતજ તે પિતાના ઘોડા ઉપરથી નીચે પછડાઈ પડ્યો. તે સાથે જ કુમાર ચંદ્ર તેની ઉપર એક વાઘની જેમ કૂદી પડ્યો અને પિતાની તરવાર તેના ગળા ઉપર ચલાવી દે તેટલામાં જ અજબ પિોતાના ભાઇની મદદે દોડી આવ્યો. ત્યાં આવતાં જ તેણે ચંદ્રના મસ્તક ઉપર એવા તો જોરથી મુષ્ટિપ્રહાર કર્યો કે જેથી તે મૂછિત થઈ જમીન ઉપર પછડાઈ પડ્યા-બેભાન થઈ ગયું. પહેલેથી જ દુર્જન અને અજબ સામસામે આવી લડતા હતા. ઘણે વખત સુધી બહુ જ ચતુરાઈથી તેઓ લડ્યા. તેમાં ઘણી વાર અજબ હાર્યો પરંતુ દર્જનના નસીબે તેને દગો દીધે. તેને ઘેડે ઘાયલ થયે અને તેને લીધે તે પ્રાણુએ પિતાના સ્વારને પિતાની ઉપરથી ઉડાવી દીધું. તે લુંટા રાના સૈનિકોમાંથી દસબાર સૈનિકો મરાયા-ઘવાયા. પિતાના પુત્રને બેભાન થએલો જોતાંજ વૃદ્ધ સરદાર અજબ ઉપર ધસ્યો એટલામાંજ પાસેની ઝાડીમાંથી એક ભયંકર ચિચઆરી સર્વના સાંભળવામાં આવી ! તે સાથે જ લડાઈ બંધ પડી ગઈ. તમામ મનુષ્યો તે તરફ જેવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com