________________
૭૬
વજેસંધની ઉપર લગભગ પાંત્રીસ વર્ષની હતી અને તેને નાનાભાઈ અજબસંધની ઉમર ત્રીસ વર્ષની હતી. બન્ને જણા શરીરે કદાવર, ઉંચા, બહુજ બળવાન, શુરવીર અને અતિશય સાહસિક બને હાદુર નર હતા. તેમના શરીરને રંગ ઘઉંવર્ણો હતે દેખાવમાં તેઓ ફર, ખુની અને નામ પ્રમાણે જ લાગતા હતા, તેમના શરીર ઉપર કિંમતી પિશાક બહુજ ટાપટીપથી પહેરેલ હતું, ઘરેણાં પણ કિંમતી હતાં. સરદાર સર્જનસિંહ અદૂર્ગમાં આવી રહેલો છે અને તેની કન્યા લગ્નને યુગ્ય થએલી છે, એ વાત તે લુંટારા વજેસંધની જાણ બહાર નહતી. હજુ તે બન્ને ભાઈએ અવિવાહિત હતા. તેમનાં આચરણે ઘણુ ખરા લોકોના જાણવામાં હોવાથી તેમને કોઈ પિતાની પુત્રી આપતો નહોતે, તેઓ પર્વતમાં લુંટફાટ કરતા અને હમેશાં બહુજ ઠાઠ માઠથી રહેતા. તેઓ પાંચસે સશસ્ત્ર ઘોડેસ્વારે હમેશાં પિતાની પાસે રાખતા.
તે બન્ને ભાઈઓ કિલ્લાના દરવાજે આવી અંદર પ્રવેશ કરતાં જ વીસ જોડેસ્વારે તેમની પાછળ પાછળ આવ્યા. તેમને કેવી રીતે સત્કાર કરવા, તેની ગોઠવણ રણમલે તરતમાંજ કરી રાખી હતી. તે બન્નેની પાસે રણમલે જઈ શાંત સ્વરે કહ્યું–
“કેમ, આજે કઈ તરફ રસ્તે ભૂલ્યા?”
“રણમલ! અમે રસ્તો ભૂલ્યા નથી. સીધા અહીંજ આવ્યા છીએ અને તે પણ ખાસ કરીને તારા માલેકને મળવા માટે જ અમે અહીં આવ્યા છીએ.”
વજેસંધ અને અજબસંધ પિતાના ઘેડા ઉપરથી નીચે ઉતર્યા અને તેમના નેકરોએ પણ તેમનું અનુકરણ કર્યું. પિતે ખાસ દુર્જનસિંહને–તે ઘણાં વર્ષો પછી કિલ્લામાં આવેલ હોવાથી પિતે તેનેમળવા આવ્યા છે. એવી ખબર દુર્જનને આપવા રણમલને વજેસંઘે સૂચવ્યું પરંતુ રણમલ ગુસ્સામાં હોવાથી તેની વાત તરફ તેણે જરાએ ધ્યાન આપ્યું નહિ. એટલામાં વજેસંધની નજર દૂર્ગના ઘંટ તરફ ગઈ અને તે પિતાના ભાઈને ઉદ્દેશીને બોલ્યા- “અજબ ! આપણું અહીં આવવાથી આ ઘંટ કેમ વાગતો નથી? શું આપણને અહીં કોઈ પણ મન ન મળવું જોઈએ ? અરે ! પણ ત્યાં દેરીએ નથી દેખાતી !”
“ફિકર નહીં! તેની બધી ગોઠવણ હું કરી નાખું છું” એમ કહી અજાબે પિતાના એક સ્વાર તરફ જોયું કે તરત જ તે સ્વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com