________________
GY
- ૭૪ ઘણી વાત સાંભળવાની હેવાથી સજજનસિંહે તેને બે દિવસ માટે રાખી લીધે. સભામહેલમાંથી તે બન્ને સરદારે એક એકાન્ત જગ્યાએ ગયા અને ત્યાં ઘણું ઘણી વાત કરી અને છુપી યુક્તિ પ્રયુક્તિઓની યોજના પણ કરી. સાયંકાળ થતાંજ તેઓને ભોજન તૈયાર હેવાની એક નેકરે ખબર આપી. ભોજન માટે ત્યાં દુર્જન, સજન, વીરસિંહ ચંદ્ર, પ્રભાવતી અને તેની દાસી એકત્ર થયાં. ત્યાં વીરસિંહે પ્રભાવતી પાસે જઈને કહ્યું-“બહેન પ્રભા ! તારા વિવાહની ખબર સાંભળી અને અત્યંત આનંદ થયે છે, હવે તું શેડા જ દિવસમાં આ કિલ્લાની રાણી થઈશ.”
વીરસિંહ વાત પૂર્ણ થાય તે પહેલાં જ પ્રભાવતીએ તેના તરફથી પિતાનું મુખ ફેરવી લીધું અને મેટેથી એક લાંબે નિસાસા નાખે.
ડીજ પળ પછી તેના ગુલાબી ગાલ ઉપર આંસુના બિંદુઓ બે ચમકવા લાગ્યા. તેની આ સ્થિતિ ત્યાં એકત્ર થએલા એકજ માણસદુર્જનસિંહ-શિવાય બીજા કોઈના પણ જાણવામાં આવી નહીં. આખરે બધાએ ભજન કરી રહ્યા.
ત્યાર પછીના બે દિવસોમાં કાંઈ પણ કહેવા જેવું બન્યું નહિ, જે જે સરદાર સજન અને દુર્જનને મળવા આવ્યા હતા તે ચાલ્યા ગયા અને વીરસિંહ પણ ચાલ્યો ગયો. એક દિવસે એકાન્તમાં સજજનસિંહને બેલાવી દુર્જને કહ્યું-“સરદાર સાહેબ! પરમ દિવસે પણ એક વિચિત્ર બનાવ જોવાથી મારું ચિત્ત બહુજ ખેદ પામ્યું છે. જ્યારે આપની પુત્રીને લગ્નની બાબતમાં વીરસિંહે પૂછયું ત્યારે તેનું મુખ ઉદાસ થઈ ગયું અને તેની આંખોમાં આંસુ પણ આવ્યાં, એ ઉપરથી મને લાગે છે કે તે મારી સાથે લગ્નની ગાંઠથી જોડાવા ખુશી નથી.”
“આપની ભૂલ થાય છે. મારી પુત્રી આપની સાથે લગ્નથી જોડાવા ખુશી છે. છતાં મારે કહેવું જોઈએ કે તેને સ્વભાવ જરા વિચિત્ર હોવાથી વચમાંજ તે .... આટલું કહી સજજન અટકી ગયો.
“શું–વચમાંજ શું? સરદાર સાચું કહે કે વચમાંજ શું?” દુર્જને ઉસુકતાથી પૂછયું.
“તે કાંઈ નથી. ફક્ત હું તેમ બેલી ગમે એટલુંજ.” ખરી વાત ઉડાવી દેવાના ઈરાદાથી સજજને કહ્યું પણ તે વાત દર્જનને સાચી લાગી નહિ. તેણે બહુજ આગ્રહથી ખરી વાત જણાવવા જ્યારે સજનને સનંદ આપ્યા ત્યારે તેણે તમામ હકીકત કહી સંભળાવી. તે સાંભળી દુર્જન –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com