________________
૭ર
પિતાના પ્રેમપથમાં એક નવાજ હરીફ પેદા થયો છે, એજ તેના વિચારનો વિષય હતે. દુર્જનના સ્વભાવની બાબતમાં તેને વધારે માહિતી ન હોવાથી તે સારા સ્વભાવને અને ડાહ્યો માણસ હશે, એમ તેની માન્યતા હતી. પ્રભાવતીની હમણાંની સ્થિતિ તેના દયાનમાં આવતાં જ તે તેની સાથે રહના બંધનથી નહીં બંધાય, એમ તેને લાગ્યું, આ બાબતને ખરો ભાવાર્થ જાણવાનું તેની પાસે સાધન નહતું. જો કે ચંદ્ર તરફથી તેને તે સમજાય એ તદન અસં. ભવિત હતું. કારણ કે તે બને-બાપ દીકરાએ તેની ઉપર સખ્ત પહેરી રાખ્યું હતું. ઘણે વખત સુધી આવા વિચાર કરી તે પિતાના મનની સાથે તેિજ બબ કે-“ દુર્જનસિંહ! જે પ્રભાવતીની ખરી સ્થિતિ તમારા જાણવામાં આવે છતાં પણ
ઉપરનું વાક્ય લલિત પુરૂં કરે તે પહેલાં જ તેજસ્વી પ્રકાશ પુનઃ તે ઓરડામાં ફેલાય અને તેનું પ્રતિબિંબ ભીંત ઉપર પડયું. લલિતે તત્કાળ પિતાની નજર ભીંત તરફ ફેરવી. તે સાથે જ ભીંત પારદર્શક થઈ અને તેને દુર્જનનું શયનભુવન દેખાયું. દુર્જન એક ફાઓ ઉપર પડ્યા હતા. તેની હિલચાલમાં અશાંતિ અને ખેદનાં ચિહ્ન જણાતાં હતાં. તે ઘડી ઘડીમાં પાસાં ફેરવતા હતા. તેની મુખમુદ્રા ઉપર ઉદાસીનતાની છાયા છવાએલી હતી. ઘણે વખત સુધી શધ્યા પર આળોટયા છતાં ઉંધ ન આવવાથી તે નીચે ઉતર્યો. તેના હૃદયમાં કોણ જાણે કઈ જતના વિચારોનું યુદ્ધ ચાલતું હતું. તેના મુખ ઉપર કોઈ વિચિત્ર ખતના વિચારોની છાયા જણાતી હતી. તે થોડાક વખત પિતાના શયનભુવનમાં આમતેમ ફર્યો. કઈ વાર તે હાથના લટકા કરતે, ક્ષણમાં એક જગ્યાએ જરા ઉભો રહી જ, ક્ષણમાં છાતી પર હાથ મૂક્ત તે ક્ષણમાં મૂછને વળ ચઢાવતે, એમ તેને ક્રમ ચાલતો હતો. આખરે તે પોતે જ પોતાના મનમાં બબડે કે“આજે જે અપશુકન થયા તેથી મને લાગે છે કે મારા ઉપર કઈ પણ જાતની આફત તે આવશે જ ! હવે હું પ્રભાવતીની સાથે પરણવાનો છું અને તેથી મારે બહુ જ સાવચેત રહેવું જોઈએ.”
“સરદાર! પૂરેપૂરે વિચાર કરજે ! આ સમયે પ્રભાવતી બહુજ દુઃખી....બેભાન થઈ લલિત છે. તે વાક્ય પૂરું ઉચ્ચારે તેટલામાં તે પારદર્શક પ્રકાશ અદ્રશ થઈ ગયો અને તે ઓરડામાં અંધકાર છવાઈ ગયે. તે સાથેજ લલિતના હદયમાં પણ અંધકાર ફેલાઈ ગયો. ત્યાર પછી શું થયું તે આગળ ઉપર જણાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com