________________
વીજલની સામે ઉભો રહ્યો-“પરંતુ આ વાત તારા જણવામાં શી રીતે અને કયાંથી આવી? તું એમ શા ઉપરથી કહે છે? દુર્જનસિંહના અહીં આવવાનું તે સિવાય શું બીજું કોઈ કારણ નહોઈ શકે ? શું એ બનવા જોગ નથી?”
હશે-પણ કુમાર, આપનું આ કથન બરાબર નથી. આજે કિલ્લામાં જે જે અદ્દભુત બનાવ બન્યા અને અકસ્માત થયે તે જે તમે પ્રત્યક્ષ જોયા હેત તે મારી જેમ તમને પણ ખાત્રી થાત.”
ત્યાર પછી વિજલે દુર્જનસિંહ ઘેડા ઉપર પડી ગયાની અને શસ્ત્રાગારમાં પછડાએલાં સગકવચ અને શિરસ્ત્રાણ પછડાયાની અથથી ઇતિ સુધી હકીકત કહી સંભળાવી અને પછી તે બોલ્યો કે
ત્યાર પછી ભેજન સમયે આપણું સરદારે પ્રભાવતીબાને . હાથ પકડી હાથ જોડયા અને દુર્જનસિંહને કહ્યું કે-“આ મારી પુત્રીને આપ સ્વીકાર કરે !” આવી વિનંતિ કરી.”
વીજલ! હવે બસ કર !” એટલુંજ કહી લલિત કેચ ઉપર બેસી ગયા.
વિજલે તેનું સાંત્વન કરવા માટે ઘણા પ્રયત્ન કર્યા. આખરે તે બે-“લલિત! આમ તદ્દન નિરાશ ન થાઓ. હવે તમે મને એકાદ પત્ર લખી આપે અથવા તમારી કોઈક નિશાની આપે.”
નહીં. વીજલ ! હું તેમ કરી શકતા નથી. મારે હવે ગમે તેમ કરી પ્રભાવતીને મળવું જ જોઈએ અને મારે મારું ભાગ્ય જાણવું જ જોઈએ. મારા સુખદુઃખની વાત મારે તેને મુખેજ સાંભળવી જોઈએ. જે તેને વિવાહ ખરેખર દુર્જનસિંહની સાથેજ થવાને હેય તે મારે આજે ને આજેજ આ કિલ્લાને ત્યાગ કરવો જોઈએ. હાય હાય! ઓ વિધાતા! આ તારું કેવું વિચિત્ર અને વિષમતાથી ભરેલું વિધાન છે! કેવું નિર્દયી નિર્માણ છે! ”
એમ કહી લલિત ફરી એરડામાં ફરવા લાગે. ઘણે વખત સુધી બન્ને સ્તબ્ધ હતા. પિતાના હાથમાં જે કોઈ ઉપાય હેત તે તેથી અવશ્ય લલિતને સુખી કરત, એ વિચાર વિજલને આવે. તેણે ઘણું ઘણું વિચારે કરી લલિતને કહ્યું-“લલિતકુમાર ! પ્રભાબેનની દાસી મધુરીને સ્વભાવ બહુજ ઉત્તમ છે અને તે પ્રભાવતીને બહુજ ચાહે છે. મને વિશ્વાસ છે કે તે પ્રભાવતીની ગુપ્ત વાત જાણતી હશે. ગમે તેમ કરી આજે હું તેને મળીશ અને આ બાબતને ખરે તથા પાકો ખુલાસો તેની પાસેથી મેળવીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com