________________
બહુજ બેચેની થવાથી તે અશાન્ત થઈ ગયું હતું. તેના હૃદયમાં જુદી જુદી જાતના અનેક વિચાર આવતા હતા પણ તે તદન અશ્વિર હતા-સ્થિર રહી શકતા ન હતા. પિતાની આજે આવી વિચિત્ર સ્થિતિ શા માટે થઈ તેનું કારણ શું ? તેની તેને જરા પણ ક૯૫ના થઇ શકતી નહોતી. ઘડીમાં તે ઓરડામાં ફરતે, ઘડીમાં કોચ ઉપર જઈ પછડાઈ પડતે અને ઘડીમાં બારી પાસે જઈ ઉમે રહે. તેને એક બે વાર એવો પણ વિચાર આવ્યો કે-જરા વાર બહાર કરી આવું પણ તે વિચારને અમલમાં મૂકવાની તેના હદયે ના કહી અને આખરે ઓરડામાંથી બહાર ન જવાને તેણે નિશ્ચય કર્યો.
સંધ્યા થઈ. હમેશના નિયમ પ્રમાણે તેને માટે વીજલ ભોજન લઈ આવ્યું. તેણે થાળ નીચે મૂકી દીને કર્યો અને પછી લલિતની સામે ઉભો રહે અને તેણે કહ્યું
આજે આપને માટે ભેજન લાવતાં જરા વિલંબ થયો છે તેને માટે ક્ષમા કરશે. કારણ કે આજે કિલ્લામાં બહુજ ગડબડ છે.
“ વીજલ ! તારે ક્ષમા માગવાનું કાંઈ પણ કારણ નથી અને આજે મને ભૂખ નથી તેમજ ખાવાની ઈચ્છા પણ નથી.”
એક પળને માટે વીજ લલિત તરફ જોયું અને પછી સ્નેહ પણભાવે કરૂણાજનક સ્વરે બોલ્યો “ લલિત ! આજે તમે આમ કેમ કરે છે ? દિવસે દિવસે અન્નપરથી તમારી રૂચિ ઉઠતી જાય છે. હમણાં હમણાં તમારી સ્થિતિ અને ચિત્તવૃત્તિ પહેલાંની જેમ પ્રસન્ન કે પ્રફલિત કેમ દેખાતી નથી? લલિત ! તમે જ કહે કે તમને આનંદ થવા માટે હું શું કરું? તમારું કોઈપણ કામ કરવામાં મને બહુજ આનંદ થશે. માટે તમારું કાંઈ કામ હોય તો ખુરીથી મને કહે.”
“ વીજલ ! મારા પ્રત્યે તારે આટલો બધો નેહ જોઈ ખરેખર મને બહુજ આનંદ થાય છે પરંતુ તેને કહેવા જેવું એકપણ કામ અત્યારે મારી પાસે નથી.”
લલિત! શું તમને મારા પર વિશ્વાસ નથી? પણ તમે ચોક્કસ માનજે કે તમારે માટે હું ગમે તે સાહસ કરવા તૈયાર છું.” વીજલે રૂદ્ધ સ્વરે કહ્યું.
વીજલ ! મને તારો સંપૂર્ણ વિશ્વાસ છે. આજે આટલા દિવસથી હું જોઉં છું કે ફક્ત તને મારા બેટું લાગે છે તારું અંતઃકરણ મારે માટે દ્રવે છે-દુખી થાય છે–તે મને સ્પષ્ટપણે જણાઈ આવે છે. પરંતુ ખરેખર હે દુખી છું, એમ તને લાગે છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com